doctor celebrated his birthday with free diagnosis in Junagadh apj – News18 Gujarati


ASHISH PARMAR JUNAGADH: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુખનાથ ચોક, નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલા ઘરવિહોણા માટેનું આશ્રય સ્થાન ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પોતાનું ઘર નથી અને બહાર આશરે સ્થાનમાં હાલ પોતાની જિંદગી વિતાવી રહ્યા છે તે દરેક લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમને શારીરિક અને કોઈ પ્રકારની પીડામાંથી તેઓ પસાર થઈ રહ્યા નથી તે માટેનું ચેકઅપ કરી અને જરૂરી યોગ્ય સારવાર ડો. ચિંતન યાદવ દ્વારા આપવામાં આવી હતી.

આ નિદાન કેમ્પમાં આસ્થા હોસ્પિટલ એન્ડ ICU ના ડૉ. ચિંતન યાદવ તથા સ્ટાફ દ્વારા બપોરના 1 થી 4 વાગ્યા સુધીમાં આ આશ્રય સ્થાન ખાતે રહેતા તમામ લોકોનુ ફ્રી માં ડાયાબિટીસ, Hba1c, બીપી, લોહી, હૃદયને લગતી તપાસ કરી સારવાર આપવામાં આવી હતી.

ડો. ચિંતન યાદવ હંમેશા આ રીતે કરતા આવ્યા છે કામ

જૂનાગઢના આ ડોકટર દ્વારા કોરોનાકાળમાં ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી હતી. ફેફસાંમાં થયેલા ઇન્ફેક્શન તથા રેગ્યુલર કોરોના ને લગતી બીમારીને લીધે દર્દીને પીડામાંથી મુક્તિ માટે ખુબ સારી કામગીરી ને લીધે તેમને ઘણી સંસ્થા દ્વારા સન્માન પણ મળ્યું છે.

અનેક ગરીબ દર્દીઓની ફી કરી છે માફ

ડૉ. ચિંતન યાદવ ગરીબ દર્દીઓને અનેક રીતે સહાયરૂપ થાય છે.તેમની પાસે આવતા લોકો કે જેણે સારવારની ખરેખર જરૂર છે અને પૈસા ની સગવડતા ન ધરાવતા લોકોને અનેક રીતે સહાયરૂપ થઈ રહ્યા છે.

આ લોકોએ ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત

આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના ડૉ. વિપુલભાઈ મોરજરીયા, વિરલભાઈ જોશી, જીગ્નેશભાઈ પરમાર, સંજય બુહેચા, વાસુભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

તમારા શહેરમાંથી (જુનાગઢ)

First published:

Tags: Happy Birthday, ડોક્ટર



Source link

Leave a Comment