A businessman on the highway in Ahmedabad was kidnapped and robbed


અમદાવાદ: જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો! કારણ કે આ બાબત તમારા ખિસ્સા ભારી કરવાના બદલે ખાલી કરી શકે છે. અમદાવાદના વેપારી સાથે આવો જ કંઈક બનાવ બન્યો છે. જેમાં મુસાફરના સ્વાંગમાં લુંટારૂ કારમાં બેસીને કાર ચાલક વેપારીનું અપહરણ કરી કાર અને મોબાઈલની લૂંટ ચલાવી છે. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીને ઝડપી લીધા છે.

રામોલ પોલીસે રવિ ઝાલા, રણજિત ઝાલા અને બાદરજી ઝાલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી મુસાફરીનો સ્વાંગ રચીને વટવાના વેપારીનું અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો. વટવાના કાપડના વેપારી પોતાની કાર લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક્સપ્રેસ હાઈવે પાસેથી આ ત્રણેય શખ્સો મુસાફરના સ્વાંગમાં આણંદ જવાનું કહીને વેપારીની ગાડીમાં બેઠા હતા અને થોડા આગળ જતાં વેપારીની કારમાં બેઠેલા અન્ય મુસાફરો ઉતરી જતા આ આરોપીઓએ લૂંટના પ્લાનને અંજામ આપ્યો હતો. વેપારીની આંખમાં મરચું નાખીને ચપ્પુની અણીયે વેપારીનું અપહરણ કરી આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા અને બાદમાં પાટણ જિલ્લા બાજુ લઈ જઈ નવીયાણી ગામ આગળ ઉતારીને કાર અને મોબાઇલની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો- પોલીસકર્મીની વિધવાની ફરિયાદ બાદ પેન્શન કચેરીના ક્લાર્કની કાળી કરતૂતનો ભાંડો ફુટ્યો

આ ઘટના બનતા વેપારીએ રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ સીસીટીવી તપાસી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી હતી. તેવામાં આ ગુનામાં સામેલ આરોપી હાથીજણથી ઓઢવ તરફ જતો હોવાની બાતમીના આધારે પોલીસે રિંગ રોડ પરથી રવિ ઝાલાને લૂંટમાં ગયેલી કાર સાથે ઝડપી લીધો હતા. જેને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તેની સાથે અન્ય બે આરોપીઓ ગુનામાં સામેલ હોવાની હકીકત જણાવતા રણજિત ઝાલા અને બાદરજી ઝાલા નામના પિતા પુત્રને પાટણના સુણસર ગામેથી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ કાર અને મોબાઈલ પોલીસે જપ્ત કરી પૂછપરછ શરૂ કરી છે.

આ મામલે આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો મુખ્ય આરોપી રવિ ઝાલા ઠક્કરનગરમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. જેને દેવું થઈ ગયું હોવાથી તેણે પોતાની સાથે સ્કૂલમાં ભણતા રણજિત ઝાલા અને તેના પિતા બાદરજી ઝાલાને સાથે રાખીને લૂંટ કરી હતી. પકડાયેલા રવિ અને રણજિત ઝાલા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને બાદરજી ઝાલા પશુપાલનનો વ્યવસાય કરે છે.

આ પણ વાંચો- કોલેજિયન યુવતીએ હોસ્ટેલમાં આપઘાત કર્યાના 4 માસ બાદ થયો મોટો ઘટસ્ફોટ

આરોપીઓને કાર ચાલક પાસેથી રોકડ રકમ મળવાની અપેક્ષા હતી. જો કે પૈસા ન મળતા ગાડી અને મોબાઇલની લૂંટ ચલાવી હતી તેવામાં પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત



Source link

Leave a Comment