Accused of stealing donation box of temple and dargah caught in Ahmedabad


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે આરોપી મંદિર અને દરગાહને ટાર્ગેટ કરતો હતો અને ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સાજીદ શેખ જે વટવા વિસ્તારમાં રહે છે અને તેને ક્રાઈમ બ્રાન્ચે ગેબનશહીદ દરગાહ કેનાલ રોડ પર ઝરણાં પાર્ટી પ્લોટ પાસેથી પકડી પાડ્યો છે અને તેને પકડીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 6 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહતો અને પાંચ-છ મહિના પેહલા રાત્રિના સમયમાં નારોલ, ઇસનપુર, વટવા રોડ પર આવેલ ગેબન શહીદ પીર દરગાહમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ દરગાહની સાથોસાથે બે મહિના પેહલા રાત્રિના સમયમાં વટવા, નવાપુરા ખાતે આવેલ અય્યપા મંદિરમાંથી પણ દાનપેટી તોડીને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટમાં SGની દલીલ - કુરાનમાં ઉલ્લેખ માત્રથી જ હિજાબ અનિવાર્ય ધાર્મિક પરંપરા બની જતો નથી

પોલીસ બન્ને ચોરીની માહિતી પોલીસ સ્ટેશનમાંથી મેળવીને તપાસ કરી તો જાણવા મળ્યું છે કે, બંને કેસોમાંથી એક કેસ વટવા પોલીસ સ્ટેશન અને નારોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે. આરોપીએ અગાઉ પણ સાબરમતી, કાગડાપીઠ અને વટવા વિસ્તારમાં ચોરીના કેસોમાં પકડાઈ ગયો છે. અને જેમાં તેણે એક વાર પાસા પણ થયેલ છે. હાલમાં આરોપીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- ગુજરાતના વ્યક્તિને પેરિસમાં હાર્ટ અટેક આવ્યો, PM મોદીનું નામ સાંભળતા જ 60 લાખનું બિલ માફ

ક્રાઈમ બ્રાન્ચે અન્ય એક કેસમાં પણ એક આરોપીની ધરપકડ કરી છે જેને પોતાના સાગરીત સાથે મળીને ઓઢવ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને કાગળનું બંડલ આપ્યું હતું. જેમાં 500 ની એક નોટ ઉપર મૂકીને મહિલા પાસેથી સોનાના દાગીના લઇને વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી કરી હતી અને જે કેસમાં અન્ય ફરાર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, Gujarati news, અમદાવાદ, ગુજરાત



Source link

Leave a Comment