ચાંદખેડા ખાતે ધીરજભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહે છે અને બ્લડ લેબમાં બ્લડ કલેક્શન બોય તરીકે નોકરી કરે છે. તેઓનો એક ભાઈ અશોક પરમાર હતો, જેના લગ્ન વર્ષ 2008માં ભારતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ અશોક તેની પત્ની સાથે સાબરમતી ખાતે રહેવા ગયો હતો અને તે પણ બ્લડ કલેક્શન બોય તરીકે નોકરી કરતો હતો. અશોક અને તેની પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં નાના-મોટાં ઝઘડા ચાલતા હતા. છેલ્લા દોઢેક માસથી તેની પત્ની રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. જેના કારણે અશોકભાઈ તેમના ભાઈ ધીરજના ઘરે જમવા જતા હતા.
ચારેક દિવસ પહેલાં ગત તા.16ના રોજ અશોક જમીને નીકળ્યો હતો પરંતુ સાંજે ઘરે મળી આવ્યો ન હતો. આ મામલે તેના ભાઈ ધીરજે તેની પત્નીને પૂછતા અશોક વિઝિટમાં ગયો હોવાનું જણાયું હતું. બાદમાં અશોકે તેના ભાઈને ફોન કરતા રીંગ વાગી હતી પરંતુ ફોન ઉપાડ્યો ન હતો. અશોક ઘરે જઈને તપાસ કરતાં તેણે ધાબાની સિલિંગ ઉપર લગાવેલી લોખંડની જાળી સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધાનું જાણવા મળ્યું હતું.
તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી
અશોકના મોત બાબતે ધીરજભાઈએ ઘરમાં તપાસ કરી તો બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અશોકે પોતાની આપવીતી લખી હતી. સુસાઇડ નોટના શબ્દો જોઈએ તો, “ધનોરા ગામના તમામને મારું કહેવાનું કે આમા મારા પરિવારનો કોઈ દોષ નથી. આમાં મારા સાસરી પક્ષનો વાંક છે. એમને એમની દીકરીને સમજાવી જ નથી, અંતે કોઈ સમજણ આપી હોત તો મારે આવું કરવાની જરૂર ન પડતી. હવે મારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરજે. મારી જોડે તારી ઈચ્છાઓ પૂરી નથી થતી. મારા વાઈફ અને મારા સાસરિયાના લીધે આવું પગલું ભરી રહ્યો છું. આમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. ગુડ બાય ભારતી. મારા મા બાપનો કે મારા ભાઈનો કોઈ વાંક નથી અને આ બધો વાંક તારો અને તારા ઘરનાનો છે.”
આ પણ વાંચો: પતિ બીજા રૂમમાં સૂતો હતો અને કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત
“તમે લોકો જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી કોઈ દિવસ શાંતિથી રહેવા દીધો નથી. મને તારા ભાઈ મહેશ અને ભાનુબેન, નંદુબેન અને અમારા ગામનો અરજણ તારા અને મારા વચ્ચે બહુ તકરાર પાડે છે. પણ ભગવાન તેમનું નહીં સારું થવા દે. ભારતી આમાં આપણી ઉપર જે પણ બોજો છે એમાં મારા ઘરનાની કોઈ જ જવાબદારી નહીં રહે, પૈસાનો બોજો તારો અને મારો છે એટલે આ બધા પૈસાની જવાબદારી મારા ગયા પછી તારી છે, આમાં મારા મા બાપ કે મારા ભાઈ ભાભીનો કોઈ જ ભાગ નહીં રહે. આ બધા પૈસા આપણે બે લાવ્યા છીએ.”
આ પણ વાંચો: અમદાવાદમાં રેવન્યુ તલાટી પતિએ પત્નીને ત્રાસ આપતા કહ્યું- બાળક મારૂ નથી DNA ટેસ્ટ કરાવો
સમગ્ર બાબતને લઈને મૃતકના ભાઈએ તેના ભાઈ અશોકની પત્ની ભારતી, સાળો મહેશ, સાળી ભાનુબેન અને સાળાની પત્ની નંદુબેન સોલંકી તથા અરજણ સહિત છ લોકો સામે ફરિયાદ આપતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. મૃતકે આ તમામ લોકોને સંબોધીને સુસાઈડ નોટ લખી હોવાથી તેના આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર