ઘણા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો
જૂના વાડજ વિસ્તારમાં નરસિંહ ભાઈની ચાલી સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી વાડજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા એક ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફીલિંગ કરતો યુવક રંગેહાથ ઝડપાયો હતો. આરોપી પાસેથી અલગ-અલગ 11 ગેસના સિલિન્ડર કબ્જે કરવાના આવ્યા છે. આ મામલે વાડજ પોલીસે ભરત પરમાર નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
પકડાયેલો આરોપી ભરત પરમાર શાસ્ત્રીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસની અર્જુન ગેસ એજન્સીમાં 2 વર્ષથી પેટા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ખાલી બાટલામાં ગેસ રિફિલ કરી 1100 રૂપિયામાં વેચી નાખતો હતો ત્યારે આરોપી કેટલા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો અને ગેસ એજન્સીના કર્મીની આ મામલે સંડોવણી છે કે કેમ તેમજ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સાસુ સસરાએ વહુ સમક્ષ કરી જીદ, “રાત્રે તમારે બેડરૂમ ખુલ્લો રાખીને જ…”
ઘરમાં વહેલો બાટલો પૂરી થઇ જવાની ફરિયાદો
મહત્વનું છે કે, આ પ્રકારની ઘટના પેહલી વાર સામે આવી નથી. અગાઉ પણ અનેકવાર આવી રીતે ગેસ ચોરીની ઘટના સામે આવી ચૂકી છે અને આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે. જોકે, આવા લોકો થોડા રૂપિયા માટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને જેને લઇને અનેક ઘરોમાં જેટલો બાટલો ચાલવો જોઈએ તેટલો ચાલતો નથી, ત્યારે સવાલ ઊભો થાય છે કે શું માત્ર ડિલિવરી આપવા માટેના લોકો જ સંડોવાયેલા હોય છે કે પછી અન્ય લોકો પણ સામેલ હોય છે?
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Gas cylinder, Gujarat News