ફરિયાદ અનુસાર, ગત 4 સપ્ટેમ્બરે દિયારામ પનાજી પ્રજાપતિ મંદિરના પ્રિમાઈસીસમાં આવેલી ઓફિસમાં હતા, તે દરમિયાન મંદિરના ગેટની સામે આવેલા બ્રિજની દિવાલ ઉપર કોઈ બે અજાણ્યા લોકો આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવતાં હોવાનું જાણવા મળ્યું હતું. જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમને મંદિરના ગેટની સામે અને ધાર્મિક જગ્યાની સામે આવા કોઇ રાજકીય પાર્ટીઓના પોસ્ટરો લગાવવા મામલે રોક્યા હતા. તેમણે પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકેની ઓળખ આપી હતી.
આ પણ વાંચો: રાજકોટ: જાહેરમાં પિસ્તોલ-બંદૂક સાથે યુવાનનો ‘શાહી અંદાજ’, વીડિયો વાયરલ
જે બાદ તેઓ મંદિરની ઓફીસમાં હાજર હતા ત્યારે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા અને તેમને પોસ્ટર લગાવવા મામલે ધમકી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ લોકોએ દિયારામ પ્રજાપતિને કહ્યું હતું કે, તમે અમારી આમ આદમી પાર્ટીના પોસ્ટર મંદિરની સામે લગાવવાની કેમ ના પાડો છો? એકવાર અમારી સરકાર આવી જવા દો પછી તમને અહીંથી મારીમારીને ભગાડી દઈશું અને બિભત્સ ગાળો ભાંડી હતી. સાથે જ આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ લોકોએ તેમને ધમકી આપી હતી કે, અમારી પાર્ટીના પોસ્ટર લગાવવાની ના પાડશો તો હાથ-પગ તોડી નાખીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર