થોડા સમય પહેલા પ્રશમ પોતાનું ઘર બદલીને બીજા ઘરે રહેવા ગયો. જ્યાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હતું. જેથી પાણી ભારે લાગતું હોઈ જેને લઈને પ્રશમે પાણીને ક્ષારમુક્ત કરવા સંશોધન શરૂ કર્યું અને એક ડીવાઈસ બનાવ્યું. આ ડિવાઈસનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કર્યો ત્યારે તેમાં સફળતા મળી. પછી ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપમાં એપ્લાય કર્યું હતું. જ્યાં પ્રશ્મના ડીવાઈસને મંજૂરી મળી અને તેના સ્ટાર્ટઅપને પંથેરા નામ આપવામાં આવ્યું.
આ અંગે પ્રશમનું કહેવું છે કે, ડિવાઇસનું વજન 1.5 કિલોગ્રામ જેટલું છે તેને ખૂબ સરળતાથી પાણીની ટાંકી કે જે જગ્યાએ પાણીનો સંગ્રહ કર્યો હોય ત્યાં મૂકી શકાય છે. ડીવાઈસ મુકવાથી પાણીમાં નવા ક્ષાર બનતા નથી અને જૂના ક્ષારનો ધીમે ધીમે નાશ થઈ જાય છે અને પાણી ક્ષારમુક્ત બને છે. આ ડીવાઈસ એક વખત લગાવવાથી 1 વર્ષ સુધી પાણી ક્ષારમુક્ત રહે છે. 500થી 1 લાખ લિટરના પાણીમાં આ ડીવાઈસ કામ કરે છે.
ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો અને વિરોધ, શું ચૂંટણી પહેલા સરકાર મારશે કોઇ માસ્ટર સ્ટ્રોક?
પ્રશમના એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો, તેણે એન્વારમેન્ટલ એન્જીનયરિંગ કર્યું છે. 8 વર્ષથી તે વોટર ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી રહ્યા છે. તેણે પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે જ રિસર્ચ કરીને આ ડીવાઈસ બનાવ્યુ છે. ડિવાઈસમાં ગેન ચેન્જર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યા છે તથા ફૂડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી પાણીમાં ક્ષાર દૂર થાય છે. આ ડિવાઈસ દરેક જગ્યા જેવું કે ઘર,સોસાયટી, ટાવર, હોટલ, હોસ્પિટલ જેવા મોટા પ્રોજેકટમાં કામમાં આવે છે.
આ યુવકે 45 હજારની નોકરી છોડી, શરૂ કરી ખેતી
એક વખત ડિવાઈસ લગાવ્યા બાદ તેને સર્વિસ કે મેન્ટેનન્સ કરાવવાનું પણ રહેતું નથી. મહત્વનુ છે કે, આ ડિવાઈસ હોસ્પિટલ અને ગાર્ડનમાં લગાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત ચાલી રહી છે ત્યારબાદ MOU કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર