શહેરના રામોલ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી છેલ્લા પાંચ મહિનાથી તેના માતા-પિતા સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2001માં ઓઢવ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જે તે સમયે આ યુવતીની ઉંમર નાની હોવાથી 18 વર્ષ પૂરા થતા લગ્નની નોંધણી કરાવી હતી. બાદમાં તેના સાસરિયાઓ તેણીને તેડી ગયા હતા. વર્ષ 2017 માં યુવતીને જાણવા મળ્યું કે તેના પતિને મમતા નામની છોકરી સાથે આડાસંબંધ છે. જેથી યુવતીએ સાસુ-જેઠને આ બાબતે જાણ કરતા તેઓએ યુવતીની કોઈ વાત સાંભળી નહોતી અને કહ્યું કે, તે છોકરો છે, ગમે તે કરે. તારે શું લેવાદેવા? તેમ કહી તેમણે યુવતીની વાત સાંભળી નહોતી. આટલું જ નહીં સાસુ અને જેઠે કહ્યું કે, તને ન ગમતું હોય તો તું તારા માતા-પિતાના ઘરે જતી રહે.
આ પણ વાંચો: ઢોર પાર્ટીને જોઈને ગાય પહેલા માળે ચઢી, નીચે કૂદતા પગ અને માથામાં ઈજા
બાદમાં તે દિવસે રાત્રે યુવતીના જેઠે યુવતીના ભાઈને ફોન કરી લેવા બોલાવ્યો હતો અને બાદમાં યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દસેક દિવસ પછી યુવતીનો પતિ આવ્યો હતો ત્યારે તેણે મમતાની સાથે આડાસંબંધ ન રાખવા જણાવી સમાધાન કરી યુવતીને તેડી ગયો હતો. બાદમાં પણ યુવતીના પતિએ મમતા સાથે આડાસંબંધ ચાલુ રાખ્યા હતા. યુવતી બીમાર પડતા તેને ખોખરા ખાતેની એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળતા ઓપરેશન કરાવ્યું હતું અને તે વખતે તેનું આઈ.વી.એફ પણ કરાવ્યું હતું. ત્યારબાદ યુવતીના પતિની નોકરી આર્મીમાં હોવાથી તેની બદલી જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. ત્યાંથી રજા ઉપર આવ્યા બાદ યુવતીનો પતિ તેને રોજ માર મારતો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
આ પણ વાંચો: ભારતનું અનોખું ગામ જે બે દેશોનો ભાગ છે, સરપંચને 60 પત્નીઓ છે
થોડા સમય પછી યુવતીએ તેના પતિના મોબાઈલ ફોનમાં ઇ-મેલ આઇડી ચેક કરતા મોબાઈલમાં મમતા સાથે લગ્ન કરી લીધા હોવાના ફોટા મળ્યા હતા. યુવતીના પતિએ મમતા સાથે તેની જાણ બાદ લગ્ન કરી લીધા હોવાની વાત કરતા પતિએ ઉશ્કેરાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર બાબતે લઈને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર