આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પશુપાલન ખાતુ ગુજરાત અને જિલ્લા પંચાયત જૂનાગઢ અને સાવજ જિલ્લા સહકારી દૂધ સંઘના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં જિલ્લામાં 4126 પશુઓને સારવાર આપવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પણ પશુપાલન થકી પગભર બને તે માટે આત્મનિર્ભર મહિલા કિશાન પખવાડાની ઉજવણી અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સિંહોની ભવનાથમાં લટાર, બે સિંહબાળ સાથે બે સિંહણો થઇ કેમેરામાં કેદ
જૂનાગઢ જિલ્લા સાવજ સહકારી દૂધ સંઘના ચેરમેન દિનેશભાઇ ખટારિયા દ્વારા વંથલી તાલુકાના બાલોટ ગામ ખાતેથી પશુ સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન જિલ્લામાં 4126 પશુઓને વ્યંધત્વ નીવારણ, બીમાર પશુઓની સારવાર, ઓપરેશન અને કૃમિનાશક દવાઓ તેમજ વિસ્તરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ગાય સહિતના પશુઓને સારવાર આપવામાં આવતા અનેક રોગનો પશુઓને હોસ્પિટલ લઈ જતા સિવાય જ નિકાલ કરવામાં આવ્યો હતો. લમ્પી જેવા સમયમાં ગાય જેવા પશુઓને સારવાર મળી રહેતા પશુપાલકોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કેમ્પ દરમિયાન જે ગામમાં સૌથી દૂધ ભરાવી આપનાર મહિલાઓ હોય છે તેમનું પણ 1 થી 3 માં ક્રમાંકમાં પ્રમાણપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Animal, Cattle, Junagadh news, Junagadh Samachar, જૂનાગઢના સમાચાર