મતદાન કરતી વખતે માત્ર EVM જ નહીં VVPAT મશીનને પણ સમજવી ખૂબ જરૂરી છે. પંચમહાલ જિલ્લા ના દરેક વ્યક્તિ સરળતા થી EVM-VVPAT ની કાર્ય પદ્ધતિ સમજી શકે તે માટે પંચમહાલ જિલ્લા ના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ની સૂચના અનુસાર ગોધરા ખાતે આવેલ જિલ્લા સેવા સદન ( જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ) EVM - VVPAT નિદર્શન કાર્યનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ ખાસ પંચમહાલ જિલ્લા ના નવા મતદારો કે જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે, તેઓ ખાસ કરીને EVM - VVPAT નિદર્શન કાર્ય ની મુલાકાત લે , અને EVM અને VVPAT મશિન ની કાર્ય પદ્ધતિ વિશે સંપૂર્ણ પણે માહિતગાર થઈ અન્ય લોકો ને માહિતગાર કરે તેવું આહ્વાન કર્યું છે.ભારત ચૂંટણી આયોગ ધ્વારા વધુ ને વધુ મતદારો આ નિદર્શન કાર્ય માં ભાગ લે અને મતદાન કરવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતગાર થાય તે માટે ખાસ દરેક જિલ્લા તથા તાલુકા લેવલે EVM - VVPAT ના નિદર્શન કાર્યક્રમ નું આયોજન કરવા આહવાન કર્યું છે.
પંચમહાલ જિલ્લાના લોકો સરળતાથી નિદર્શનની મુલાકાત લઈ શકે તે માટે ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં સ્થાયી EVM - VVPAT નિદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Panchmahal, Voters