અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર ગ્લાસગો, યુકેથી પોતાના મોનોક્રોમિક થીમના ફોટા પોસ્ટ કર્યા હતા. તે શેર કરતાં તેણે કૅપ્શનમાં લખ્યું હતું, “New Movie, new vibe #fromglasgowwithlove” વરુણ ધવને તેની પોસ્ટ પર એક કોમેન્ટ કરી. જેમાં લખ્યું હતું, “Kya Insaan Ho Aap (તમે કેવા વ્યક્તિ છો).” અર્જુન કપૂરે કોફી વિથ કરણ શોમાં વરુણ દ્વારા તેના પર કરેલી કમેન્ટ્સ પર પ્રતિક્રિયા આપવાની આ તક ઝડપી લીધી અને તેના જવાબમાં અર્જુને લખ્યું કે “તે શોમાં મારા વિશે જે વર્ણવ્યું હતું, તેનાથી હું પુરેપુરો વિરુદ્ધ છું.”
ઇન્સ્ટાગ્રામ પર તેમની આ રમૂજ દ્વારા તેમના ચાહકો વચ્ચે જંગ છેડાઈ ગઈ. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “@arjunkapoor તે કોફી ન હતી, તે ચા હતી એ પણ એકદમ કડક.” પોસ્ટ અને તેની નીચેની કમેન્ટ્સ પર એક નજર નાંખો.
કોફી વિથ કરણ 7ના એપિસોડ દરમિયાન જ્યારે વરુણ ધવનને પૂછવામાં આવ્યું કે કોણ સૌથી વધુ બડાઈ મારે છે, તો વરુણ ધવને અર્જુન કપૂરનું નામ લીધું. પછી કરણ જોહરે વરુણને પૂછ્યું કે ગોસિપ અને ફ્લર્ટિંગ કરવાના ગુનાઓ માટે કોની ધરપકડ થવાની સંભાવના છે, જેના પર વરુણે ફરીથી અર્જુન કપૂરનું નામ લીધું અને કહ્યું, “અર્જુન કરતા હૈ ફ્લર્ટ કભી કભી (અર્જુન ક્યારેક ફ્લર્ટ કરે છે). કરણે વરુણને એ પણ પૂછ્યું કે શું અર્જુન લોકોના DM જુએ છે? જેના પર વરુણે મજાકમાં જવાબ આપ્યો, “વન્સ ઈન વ્હાઈલ, ઇટ્સ ઓલ ફાઈન(હા ક્યારેક, પણ એમાં કોઈ વાંધો નથી)”.
આ પણ વાંચો- Jacqueline Fernandez નાં હોટ ફિગરનું આ છે રહસ્ય
કામ બાબતે વાત કરીએ તો અર્જુન કપૂર તેની આવનારી ફિલ્મ ‘ધ લેડી કિલર” માં જોવા મળશે, જેમાં ભૂમિ પેડનેકર સહ કલાકાર છે. એ સિવાય તેની પાસે મુદસ્સર અઝીઝની એક કોમેડી ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે. બીજી તરફ વરુણ ધવન આગામી સમયમાં સાજિદ નડિયાદવાલાની ‘બવાલ’ અને અમર કૌશિકની ‘ભેડિયા’ ફિલ્મોમાં જોવા મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Arjun Kapoor, Arjun Malaika, Koffee With Karan, Malaika-Arjun