આ પણ વાંચોઃ નોરા ફતેહીનો પોલીસ સામે મોટો ખુલાસો, ‘સુકેશ જબદસ્તી સંબંધ રાખવા માગતો હતો’
શું છે સમગ્ર મામલો
બિહારના બેગુસરાયમાં ગુનેગારો સતત પોલીસને પડકાર ફેંકતા જોવા મળે છે. ફાયરિંગ બાદ સ્નેચર ચોરોનો ત્રાસ વધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ચોરે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓનો ફોન બારીમાંથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેન ચાલુ થઈ અને ઝપટે ચડેલો ચોર બારીમાં લટકી ગયો. જોકે મુસાફરોએ ચોરનો હાથ પકડી લીધો હતો. ચોર રડતો રહ્યો અને મુસાફરને હાથ ન છોડવાની આજીજી કરતો રહ્યો.
#Bihar#Begusarai#Begusaraitrain#mobiletheft
चलती ट्रेन में खिड़की से मोबाइल चुराना पड़ा महंगा, बेगूसराय से खगड़िया तक लटकाया. pic.twitter.com/TpstrySm6g— Sweta Gupta (@swetaguptag) September 15, 2022
ખગડિયા સનહૌલીનો રહેવાસી સત્યમ કુમાર પોતાના પરિવાર સાથે બેગુસરાયથી ખગડિયા જઈ રહ્યો હતો. પેસેન્જર ટ્રેન સાહેબપુર કમાલ સ્ટેશન પર ઊભી રહી. આ દરમિયાન બારીની બહારથી મુસાફરનો મોબાઈલ ઝૂંટવી લેવાના ઇરાદે એક ચોર આવ્યો હતો. ચોરે બારીમાંથી હાથ નાંખીને મોબાઈલ ખેંચતા જ મુસાફરે તેને પકડી લીધો હતો. આ દરમિયાન ટ્રેન ચાલુ થઈ ગઈ. મુસાફર બારી પર લટકતો રહ્યો હતો. લગભગ 15 કિમી બાદ ખગડિયા સ્ટેશન આવ્યું, જ્યાં યાત્રીઓએ આરોપીને રેલવે પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચોઃ નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા, ખેતીની જવાબદારી સંભાળી; વિદેશમાં નોકરીની ઓફર નકારી IPS બની
હાથ ન છોડવા કરતો રહ્યો આજીજી
બેગુસરાયના સાહેબપુર કમલ સ્ટેશનથી જેવી ટ્રેન આગળ વધી કે તરત જ ચોર બારી પાસે ગયો. તેણે બારીની બહારથી પેસેન્જરનો મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ કરતા મુસાફરે ચોરને પકડી લીધો. તેવામાં ટ્રેન ચાલુ થઈ અને ચોર બારીમાં જ ફસાઈ ગયો. ચોર આજીજી કરતો રહ્યો કે હાથ તૂટી જશે ભાઈ, છોડશો નહીં, હું મરી જઈશ ભૈયા. તો મુસાફરોએ પણ ચોરનો હાથ છોડ્યો ન હતો. મુસાફરે તેને આગલા સ્ટેશન સુધી લટકાવી રાખ્યો હતો. ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian railways, Mobile Thief, Train Video