આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા
Table of Contents
ક્રેડિટ સ્કોર્સ અને ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન્સ
ક્રેડિટ કાર્ડ મેળવવું હવે એકદમ સરળ બની ગયું છે. તમારે ફક્ત બે દસ્તાવેજોની જરૂર છે અને બેંકો વધુ વિલંબ કર્યા વિના ક્રેડિટ કાર્ડ એપ્લિકેશનને મંજૂર કરવા તૈયાર થઇ જાય છે. અરજી કરતી વખતે તમારે ઓળખનો પુરાવો અને તમારું PAN કાર્ડ આપવું પડશે. જેમ કે, પાસપોર્ટ, મતદાર ID, લાઇસન્સ, UID આધાર નંબર વગેરે.
શા માટે બેંકો ક્રેડિટ કાર્ડ જારી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસે છે?
ક્રેડિટ કાર્ડ્સ એ અસુરક્ષિત ધિરાણનો જ એક પ્રકાર છે, જે ભારતમાં બેંકો ફક્ત અરજદારની ધિરાણપાત્રતાને આધારે પ્રદાન કરે છે. બેંકોને નુકસાન તરફ દોરી જતા જોખમી ગ્રાહકો અને ડિફોલ્ટના જોખમને ટાળવા માટે બેંકો ક્રેડિટ કાર્ડ અરજદારોની યોગ્ય તપાસ કરે છે. ગ્રાહક ક્રેડિટ કાર્ડને હેન્ડલ કરવા માટે નાણાંકીય સક્ષમ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાની એક ખૂબ જ સરળ રીત એ છે કે જ્યારે ક્રેડિટની વાત આવે ત્યારે તેનો ટ્રેક રેકોર્ડ તપાસવો. આ તપાસ આ CIBILને અરજી કરીને તેમની પાસેથી ક્રેડિટ રિપોર્ટ્સ અને સ્કોર્સને ઍક્સેસ કરીને કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી
બેંકો તમારો ક્રેડિટ સ્કોર ચકાસીને મોડી ચૂકવણી અને ડિફોલ્ટના તમારા રેકોર્ડની જાણકારી મેળવી શકે છે. વધુમાં, તમે હાલમાં ધરાવો છો તે કોઈપણ લોન અથવા ક્રેડિટ કાર્ડનો રેકોર્ડ બેંકો જોઈ શકે છે. ક્રેડિટ કાર્ડ બિલ્સ ચૂકવવામાં તમારી નિયમિતતા તપાસવા માટે અને તમારા દ્વારા કરાયેલ ક્રેડિટ કાર્ડ અને લોન અરજીઓની સંખ્યા તપાસવા માટે બેંકો CIBIL સ્કોર્સનો ઉપયોગ કરે છે. ખરાબ ક્રેડિટ હિસ્ટ્રીને કારણે બેંક ઘણીવાર લોન અથવા ક્રેડિટ કાર્ડની અરજીને કેન્સલ કરે છે. એટલું જ નહીં કોઈ ક્રેડિટ ઇતિહાસ ન હોવાને પણ નબળી ક્રેડિટ ઇતિહાસ ગણવામાં આવે છે.
આ રીતે જાણો તમારી ક્રેડિટ હિસ્ટ્રી
તમારો હાલનો ક્રેડિટ સ્કોર નક્કી કરવા માટે તમને તમારો ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (CIR) મેળવવાનો અધિકાર છે. તમે CIBIL વેબસાઈટ પર તમારી ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટ એક્સેસ કરી શકો છો. તમારી અમુક વિગતો ભરીને લગભગ રૂ. 470 ચૂકવીને તમે CIR મેળવી શકો છો.
ક્રેડિટ કાર્ડ મેળવવા માટે લઘુતમ CIBIL સ્કોર
CIBIL સ્કોર સામાન્ય રીતે 300-900 ની રેન્જમાં હોય છે. સારો CIBIL સ્કોર 700થી750 ઉપરની રેન્જમાં હોય શકે છે. 750થી નીચેનો સ્કોર ધરાવતા અરજદારોને કેટલીક ટોચની કંપનીઓમાં કાર્ડ માટે મંજૂરી ન મળી શકે. જો કે, મોટાભાગની બેંકો એવા લોકોને પણ ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે, જેમની પાસે ક્રેડિટ હિસ્ટ્રી નથી અથવા 750થી નીચેનો સ્કોર છે. પરંતુ, જેઓ 750 અથવા તેથી વધુનો સ્કોર ધરાવે છે તેઓ ઘણા વધુ પાત્ર ઠરે છે.
આ પણ વાંચોઃ ફેડરલ રિઝર્વ બેંકે આપ્યો ઝટકો, સતત ત્રીજીવાર 0.75% વધાર્યો વ્યાજ દર
સારા CIBIL સ્કોર સાથે ક્રેડિટ કાર્ડ પર તમને શું લાભ મળે છે?
*તમને ટોપ ક્રેડિટ કાર્ડ માટે પાત્ર બનો છો.
*વધુ ક્રેડિટ લિમીટ મળી શકે છે.
*ક્રેડિટ કાર્ડ પર ઓછો વ્યાજ દર
*ક્રેડિટ કાર્ડ માટે સરળતાથી અપ્રૂવલ
શું CIBIL સ્કોર વગર ક્રેડિટ કાર્ડ મળી શકે?
જી હાં. જેમની પાસે શૂન્ય CIBIL સ્કોર છે તેઓ પણ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની પાત્રતા ગુમાવતા નથી. એવી ઘણી બેંકો છે કે જેમની પાસે ક્રેડિટ ઇતિહાસ નથી તેઓને ક્રેડિટ કાર્ડની ઘણી સીરીઝ ઓફર કરવામાં આવે છે, કારણ કે જેના આધારે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તે પરિબળો આવક અને CIBIL અથવા ક્રેડિટ સ્કોર છે. જો તમારી પાસે કોઈ ક્રેડિટ ઈતિહાસ નથી, પરંતુ હાલમાં કોઈ પ્રતિષ્ઠિત ફર્મમાં કામ કરી રહ્યા છો અને સારી કમાણી કરી રહ્યા છો, તો તમારી અરજી ક્રેડિટ કાર્ડ માટે લાયક ગણાશે. જો તે 750 કરતા ઓછો હોય તો ક્રેડિટ હિસ્ટ્રી સારી બનાવવા અથવા તમારો CIBIL સ્કોર સુધારવા માટે કામ કરવામાં પણ કોઈ નુકસાન નથી.
આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો
કઇ રીતે CIBIL સ્કોર સુધારી શકો?
તમે અમુક બાબતોનું ધ્યાન રાખીને તમારો ક્રેડિટ કાર્ડ CIBIL સ્કોર સુધારી શકો છો. તમે તમારા બિલની ચૂકણી સમયસર કરો, ક્રેડિટ ખર્ચને કાબૂમાં રાખવા, ક્રેડિટ લિમિટની મર્યાદામાં ખર્ચ કરવો, સમયસર તમારુ ક્રેડિટ રીપોર્ટ તપાસો, પેમેન્ટ રીમાઇન્ડ સેટ કરો અને શક્ય તેટલી ઝડપે તમારા ડેટની ચૂકવણી કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર