Biden Extends US Student Loan Pause know details gh rv


ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ 26 મિલિયન અમેરિકનોએ વિદ્યાર્થી લોન માફી (US Student Loan) માટે અરજી કરી છે અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન પહેલેથી જ 16 મિલિયનની વિનંતીઓને મંજૂરી આપી હતી. જોકે, બાદમાં ટેક્સાસના ન્યાયાધીશે બિડેન (US President Joe Biden) ના આદેશ પાર રોક લગાવ્યા પછી સરકારે નવેમ્બર 11 ના રોજ નવી અરજીઓ લેવાનું બંધ કર્યું હતું.

આ દરમિયાન બિડેન વહીવટીતંત્રે મંગળવારે જાહેરાત કરી હતી કે, તે ફેડરલ સ્ટુડન્ટ લોનના પેમેન્ટ વિરામને જૂન સુધી અથવા દેવું માફી ન યોજના માટે સ્વીકર થાય ત્યાં સુધી લંબાવશે. બિડેને ટ્વિટર પર પોસ્ટ કરેલી વિડિયોમાં જણાવ્યું હતું હતું કે, અદાલતો મુકદ્દમાને બારીકીથી જોઈ રહ્યા છે ત્યારે રાહત માટે લાયક લાખો લોન લેનારાઓને તેમના સ્ટુડન્ટ લોનની ચુકવણી ફરી શરૂ કરવાનું કહેવું વાજબી નથી.

આ પણ વાંચો:  ITI Job in Gujarat: શું તમારી પાસે છે ITIનું સર્ટિફિકેટ ? તો આ વિભાગમાં તમને મળી શકે છે સરકારી નોકરી, જાણો અહી

ફેડરલ સ્ટુડન્ટ લોન બીલ જાન્યુઆરીમાં ફરી લાગુ થવાનું હતું. વહીવટીતંત્રનું પગલું ગયા અઠવાડિયે ફેડરલ અપીલ કોર્ટના લોન માફી અંગેના ચુકાદાના પ્રતિભાવમાં આવ્યું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે, બિડેન વહીવટીતંત્ર તેની સ્ટુડન્ટ લોન માફી યોજના અમલમાં મૂકવા અને મુકદ્દમા ઉકેલવામાં આવે તે પછી 60 દિવસ સુધી વિરામ લંબાવશે. જો સરકાર પોતાની પોલિસી સાથે આગળ વધી ન શકે અને કાનૂની પડકારો હજુ પણ 30 જૂન, 2023 સુધીમાં યથાવત રહે તો વિદ્યાર્થી લોન ચૂકવણી તેના 60 દિવસ પછી ફરી શરૂ થશે.

શિક્ષણ સચિવ મિગુએલ કાર્ડોનાએક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે પેમેન્ટ માટે વિરામનો સમયગાળો લંબાવી રહ્યા છીએ કારણ કે અત્યારે લોન લેનારાઓને દેવું ચૂકવવાનું કહેવું ખૂબ જ અયોગ્ય છે. હકીકતમાં તેઓએ ચૂકવવાની જરૂર પણ નથી. કેટલાક રિપબ્લિકન ઓફિસર્સ અને તેમના વિશેષ હિતો માટે લાવેલા પાયાવિહોણા મુકદ્દમાના કારણે વિદ્યાર્થીઓને ફરજ પાડવી અયોગ્ય છે.

ફેડરલ રિઝર્વના તાજેતરના આંકડાઓ અનુસાર યુએસ ફેડરલ લોન લેનારા લગભગ $1.77 ટ્રિલિયન વિદ્યાર્થી છે. તેમાંથી મોટાભાગનો હિસ્સો ફેડરલ સરકારનો છે. બિડેનની સ્ટુડન્ટ લોન માફી યોજના ફેડરલ ડેબ્ટમાં $300 બિલિયનથી $600 બિલિયન ઉમેરી શકે છે એવો અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે.

આ પણ વાંચો:  JEE Main 2023: ઉમેદવારોએ એપ્રિલમાં પ્રથમ સત્ર યોજવાની માંગણી કરી, કહ્યું, ‘રિવિઝન માટે પૂરતો સમય નથી’

યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા ત્રણ દાયકામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ આકાશને આંબી ગયો છે, ખાનગી ચાર વર્ષની કોલેજો અને યુનિવર્સિટીઓમાં બમણો અને જાહેર ક્ષેત્રની ચાર વર્ષની શાળાઓમાં તેના કરતાં પણ વધુ વધારો થયો છે, નોનપ્રોફિટ કૉલેજ બોર્ડના સંશોધન મુજબ 2006 થી 2019 સુધીમાં સ્ટુડન્ટ લોનની બાકી રકમ લગભગ ચાર ગણી થઈ ગઈ છે. ત્યારે સરકાર ખાસ પ્રોગ્રામ દ્વારા $125,000 થી ઓછી કમાણી કરનાર વ્યક્તિઓ માટે $10,000 નું દેવું માફ કરે છે.

First published:

Tags: Education News in Gujarati, United states of americaSource link

Leave a Comment