Congress MLAs stage walk out from Gujarat Assembly


ગાંધીનગર: ગુજરાત વિધાસનભા ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકાઆઉટ કર્યું છે. લમ્પી વાયરસ મામલે રજુઆત કરતા કોંગ્રેસના ધારાસભ્ય વેલ તરફ ધસી આવ્યા હતા. જે બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ ઉપરાંત તેલના ભાવ મુદ્દે કોંગ્રેસે ગૃહમાં હંગામો થયો હતો. કૉંગ્રેસે તાનાશાહી નહીં ચલેગીના સૂત્રો લગાવ્યા હતા. બીજી તરફ લમ્પી વાયરસથી પશુઓને બચાવવાની માંગ પણ ઉઠી હતી. કોંગ્રેસના સૂત્રોચ્ચાર વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી ચાલુ રાખી હતી.

ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલન

બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ મુદ્દે આંદોલન યથાવત રહ્યું છે. જેમાં LRD મહિલા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે. પોલીસ તરફથી આંદોલનકારી મહિલાઓને ડીટેઇન કરવામાં આવી છે. નોકરીની માંગ સાથે આવનાર લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. હાલ સત્યાગ્રહ છાવણી ખાતે મજૂર સંમેલન ચાલી રહ્યું છે. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓ અને કિસાન સંધનું આંદોલન પણ ચાલી રહ્યું છે.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vinod Zankhaliya

First published:

Tags: Gujarat vidhansabha, કોંગ્રેસ, ગાંધીનગર





Source link

Leave a Comment