સુરત ક્રાઇમ બ્રાન્ચના ઝાપટમાં આવેલા આ ઈસમનું કનેક્શન ડી કંપની સાથે હોવાનું બહાર આવ્યું છે. સુરત શહેરના નાનપુરા સ્થિત બડેખાં ચકલા ફિરદોસ ટાવરમાં રહેતો અને પાલનપોર પાટિયા પટેલ શાકભાજી માર્કેટમાં શૌચાલય પાસે શાકભાજીની લારી ચલાવતાં ફુકરાન યાકૂબ સૈયદ પાસે પિસ્તોલ હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. શાક ભાજી માર્કેટમાંથી જ ઊંચકી લીધો હતો. ઝડતી દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી. જે તેણે વર્ષ 2018માં બિહારના ગયાથી નૌશાદ નામના શખ્સ પાસેથી ખરીદી હતી.
આ પણ વાંચો- સુરતમાં હિંદુ બનેવીને ગૌમાસ ખાવા મજબૂર કરનાર આરોપી સાળો ઝડપાયો
મહારાષ્ટ્રના રાયગઢના ઉરન ગાંવનો વતની ફુકરાન 2004, 2009માં ઉરનગાંવમાં લૂંટમાં સંડોવાયો હતો. દાઉદના ખાસ ગણાતા ફઇમ મચમચના સાગરીત તરીકે કુખ્યાત ફુકરાન મુંબઇથી તડીપાર થઇને 2010માં સુરત આવ્યો હતો. 2013માં તે સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથે આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાયો હતો. વર્ષ 2019માં પણ તે રાંદેરમાં ધરપકડ થઇ હતી. 2016માં ફુકરાન ચર્ચાસ્પદ બન્યો હતો. ઓલપાડના મીંઢી ગામના માજી સરપંચને ત્યાં તલવારની અણીએ આતંક મચાવી બે પરિવારને ત્યાં 5.15 લાખની લૂંટ કરી ફુકરાને પોલીસને ચોંકાવી હતી.
આ પણ વાંચો- પિતાનું મેડિકલ લાયસન્સ પૂરું થતા પુત્રએ શરૂ કર્યો નશાનો કાળો કારોબાર
ફૂંકરાનએ આખી ગેંગ ઊભી કરી લૂંટ કરી હતી. જેમાં હથિયારો પણ હાલ મુંબઇ પોલીસે મકોકા હેઠળ ધરપકડ કરેલા ઇલ્યાસ કાપડિયા પાસેથી ખરીદ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફૂંકરાનની ધરપકડ કરી એની કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે કે ફૂંકરાન હાલ ડી કંપની અને અન્ય ક્યાં ક્યાં ગુનેગારોના સંપર્કમાં હતો. કારણ કે હાલ શાકભાજીનો ધંધો કરી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Crime Latest News, Surat crime news, Surat crime News Gujarati, ગુજરાત, સુરત