આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા હાલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં બનાસકાંઠા જિલ્લાની સરકાર માન્ય શાળામાં ધોરણ- ૮ માં અભ્યાસ કરતાં અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જ ઓનલાઇન અરજી કરી શકશે. આ પરીક્ષા અંગેના ઓનલાઇન અરજીપત્રકો જવાહર નવોદય વિદ્યાલયની વેબસાઇટ www.navodaya.gov.in મારફતે અથવા www.nvsadmissionclassnine.in પરથી ભરી શકાશે. વધુ માહિતી મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડા, જી. બનાસકાંઠાનો સંપર્ક કરવા આચાર્યએ જણાવ્યું છે.
જવાહર નવોદય વિદ્યાલય દ્વારા નાનામાં નાના ગામ સુધી શિક્ષણ પહોચાડવા પ્રયાસ છે માટે, દરેક જિલ્લા પ્રમાણે શાળાના ૭૫% સ્થાન ગ્રામિણ વિદ્યાર્થીઓ માટે સંરક્ષિત રાખવામાં આવે છે. એવો પ્રયત્ન કરવામાં આવે છે.આ શાળામાં વિદ્યાર્થી ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીનેભણતર-રહેવા-જમવા થી માંડી શાળાનો ગણવેશ નિ:શુલ્ક પુરો પાડવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર