Due to mistake man gets Rs 11677 crore in bank account


અમદાવાદઃ તમારા બેન્ક એકાઉન્ટમાં બેન્કની ભૂલથી અચાનક જ હજારો કરોડો રૂપિયા આવી જાય તો તમે શું કરશો? આ અંગે અમે અલગ-અલગ લોકો સાથે વાત કરી તો કોઈએ શોપિંગની વાત કહી તો કોઈએ વિદેશ જવાના પ્લાનની વાત કરી. કેટલાક લોકોએ જો આ રીતે પૈસા આવી જાય તો બેન્કને ઈન્ફોર્મ કરવાની પણ કહી છે. જોકે આવું બનવા પર એક વ્યક્તિએ એવી ચતુરાઈ વાપરી કે તે અંગે ક્યારેય તમે વિચાર્યું જ નહિ હોય.

ડીમેટ એકાઉન્ટમાં અચાનક આવી ગયા 11677 કરોડ રૂપિયા


ગુજરાતમાં રહેનાર એક વ્યક્તિ રમેશ સાગરના ડીમેટ એકાઉન્ટમાં અચાનક જ 11677 કરોડ રૂપિયા આવી ગયા છે. અચાનક પોતાના એકાઉન્ટમાં આટલા બધા રૂપિયા જોઈને રમેશ પહેલા તો હેરન થઈ ગયા હતા. જોકે તે આ પૈસાને લઈને કોઈ જગ્યાએ ભાગ્યો પણ નહોતો કે બેન્કમાં પણ ગયો નહોતો. જોકે રમેશે આ પૈકીની કેટલીક રકમને શેરબજારમાં રોકી છે.

શેરબજારમાં રોક્યા 2 કરોડ


રમેશ સાગર છેલ્લા પાંચથી છ વર્ષથી શેરબજારમાં રોકાણ કરે છે. ટેક્નિકલ ખામીના કારણે તેમના કોટક સિક્યોરિટીના ડિમેટ

ખાતામાં ભૂલથી આવી

એકાઉન્ટમાં 11,677 કરોડ રૂપિયા ક્રેડિટ થઈ ગયા છે. જોકે તેમણે હોશિયારી વાપરીને 2 કરોડ રૂપિયા શેરબજારમાં રોક્યા છે. જોકે આ દરમિયાન કોટક સિક્યોરિટીઝને પોતાની ભૂલનો અનુભવ થયો હતો. તેણે તેમાંથી 5 લાખ રૂપિયા પણ કમાઈ લીધા હતા. તે જ રાતે 8 વાગ્યે કોટકને આ ભૂલનો ખ્યાલ આવતા તેણે આઠ વાગ્યે એકાઉન્ટમાંથી રકમ પરત લઈ લીધી હતી.

થોડા જ કલાકોમાં કમાઈ લીધા 5 કરોડ રૂપિયા


રમેશ સાગરે જણાવ્યું કે 27 જુલાઈ 2022એ મારા ખાતામાં 11,677 કરોડ રૂપિયા જમા થયા. તેમાંથી ફટાફટ 2 કરોડ રૂપિયા શેરબજારમાં લગાવીને 5 લાખ રૂપિયા કમાઈ લીધા. રમેશે કહ્યું હતું કે હું એ દિવસે ડિમેટ એકાઉન્ટમાં જેકપોટ મેળવવા માટે ભાગ્યશાળી હતો. આઈએએનએસના રિપોર્ટના જણાવ્યા મુજબ આ મામલામાં કોટક સિક્યોરિટીઝ સાથે વાત કરવામાં આવી તો તેણે આ અંગે વધુ કઈં જ કહેવાથી ઈન્કાર કર્યો હતો.

Published by:Vrushank Shukla

First published:

Tags: Bank account, Bank Fraud, Bank Fraud News



Source link

Leave a Comment