Expert Views on Colgate Share manas jaiswal said bet on this stock for short term gain


નવી દિલ્હીઃ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. એક દિવસ માર્કેટ મોટો ઉછાળો મારે છે તો બીજા દિવસે કડાકો બોલે છે તેવામાં નાના રોકાણકારોની સમસ્યા એ છે કે ક્યા શેરમાં રોકાણ કરવું જેથી માર્કેટની આ વોલેટાલિટીને હરાવી શકાય અને કમાણી કરી શકાય. ત્યારે બુધવારે શેરબજારમાં મોટા ઘટાડા વચ્ચે માત્ર FMCG સેક્ટરનો ઇન્ડેક્સ જ લીલા નિશાન પર બંધ થયો હતો. માર્કેટની અફરાતફરી વચ્ચે નિષ્ણાતો આ સેક્ટરની કંપની કોલગેટ-પામોલિવ પર બુલિશ દેખાઈ રહ્યા છે અને ટૂંકા ગાળામાં વર્તમાન સ્તરથી આશરે રૂ. 40 સુધી ઉછળશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. શેરબજારના નિષ્ણાત અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ માનસ જયસ્વાલે આ સ્ટોક પર બાય કોલ આપ્યો છે.

આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી

કેટલો વધી શકે કોલગેટનો શેર

જયસ્વાલે કોલગેટને આજે ટ્રેડિંગ દરમિયાન રુ.1615ના સ્તરે ખરીદી કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ટૂંકા ગાળામાં આ સ્ટોક 1642 સુધી જઈ શકે છે. ઉપરાંત, તેણે તેના સ્ટોપ લોસને રુ.1598ના સ્તરે રાખવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે આજના કારોબારમાં કોલગેટ 1624 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, બજાર બંધ થતાં સુધીમાં તે ઘટીને 1600.25 રૂપિયા થઈ ગયો હતો. આજે કોલગેટના શેરમાં 0.40 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો

શેરનું પાછલું પ્રદર્શન

છેલ્લા એક સપ્તાહમાં શેરમાં 1.87 ટકા અથવા 30 રુપિયાનો ઘટાડો થયો છે. જ્યારે એક મહિનામાં તેમાં 2.15 ટકાનો વધારો થયો છે. છેલ્લા 1 વર્ષમાં આ સ્ટોક 7.11 ટકા ઘટ્યો છે. લાંબા ગાળાની વાત કરીએ તો 5 વર્ષમાં આ શેરે રોકાણકારોને 40 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોકની 52-સપ્તાહનો હાઈ રુપિયા 1740 અને લો રુપિયા 1375.60 પર છે. વર્તમાન શેરના ભાવે કંપનીનું માર્કેટ કેપ રૂ. 43,353 કરોડ છે. તેના શેરની ફેસ વેલ્યુ 1 રુપિયા પ્રતિ શેર છે.

કંપનીનો નાણાકીય ડેટા

કોલગેટ-પામોલિવે ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં રુ. 1,197 કરોડની આવક નોંધાવી હતી જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રુ. 1166 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે, માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં તેને રુ. 104 કરોડ ઓછી આવક મળી છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રુ. 210 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રુ. 233 કરોડના નફા કરતાં રુ. 23 કરોડ ઓછો હતો. ગયા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં કંપનીને રુ.324 કરોડનો નફો થયો હતો.

આ પણ વાંચોઃ Shoppers Stopના શેરથી રોકાણકારો માલામાલ, એક વર્ષમાં ત્રણ ગણો નફો આપનાર આ શેર અંગે આવું કહે છે તજજ્ઞો

કંપની વિગતો

તે FMCG કંપની છે. તેના ઉત્પાદનોમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ અને માઉથવોશનો સમાવેશ થાય છે. કોલગેટ, પામોલિવ, સોફ્ટશોપ, સેનેક્સ અને પ્રોટેક્સ તેની હેઠળની બ્રાન્ડ્સ છે. તેનો 51 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે જ્યારે 21 ટકા રિટેલમાં છે. વિદેશી રોકાણકારો તેમાં 18.70 ટકા હિસ્સો ધરાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Expert opinion, Investment tips, Share market, Stock market



Source link

Leave a Comment