expert views these two stock in share market may give good return in unpretended situation


મુંબઈઃ એક્સપર્ટનું કહેવું છે કે શેરબજારમાં છેલ્લા કેટલાક કારોબારી સત્રમાં આવેલા કરેક્શનથી ઘબરાવું જોઈએ નહીં. પરંતુ આ સ્થિતિમાં બજાર પર વધુ નજર રાખવી જોઈએ અને ઉથલ પાથલ વચ્ચે આક્રમક ટ્રેડિંગ કરવાથી બચવું જોઈએ. આ સાથે જ બજાર સ્થિર થાય ત્યાં સુધી ધીરજ સાથે રોકાણ માટે તૈયાર રહેવું જોઈએ. માર્કેટમાં આ સ્થિતિમાં રોકાણ કરવા અંગે Angel Oneના સમિત ચૌહાણ કહે છે કે જ્યાં સુધી નિફ્ટીને સપોર્ટનો સવાલ છે 17400 પર મુખ્ય સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. જે ક્ષણે નિફ્ટી તેનાથી નીચે સરકતી જોવા મળશે ત્યારે આપણે બજારમાં વધુ કડાકાની શક્યતાને જોઈશું. બીજી તરફ જો નિફ્ટી ઉપર તરફ જાય છે તો તેણે ક્લોઝિંગ આધારે શુક્રવારના 17820ના ટોચથી આગળ વધવાની જરુર છે. આ માટે જો નિફ્ટીમાં 17650થી 17750 તરફ કોઈપણ મામૂલી ઉછાળ આવે છે લોન્ગ પોઝિશનથી બહાર નીકળી જવી જોઈએ.

આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

તેમણે આગળ વાત કરતા કહ્યું કે જો સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો બેંક નિફ્ટી એક મજેદાર વળાંક પર છે. આશા છે કે આ સ્તરથી આગામી સપ્તાહમાં તેમાં ઉછાળો જોવા મળશે. ત્યારે આગામી 2-3 સપ્તાહમાં તગડું રિટર્ન મેળવવા માટે સમિત ચૌહાણ મુજબ આ બે શેરમાં રોકાણકારો કિસ્મત અજમાવી શકે છે.

આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ

United Spirits: BUY| LTP: Rs. 838.10| Stop Loss: Rs. 807| Target: Rs. 890| Return: 6 percent

સમીત ચૌહાણે કહ્યું કે હાલમાં જ લિકર સ્પેસમાં આ અમારો પસંદગીનો દાવ રહ્યો છે. જો અમે ડૈલઈ ટાઈમ ફ્રેમ ચાર્ટ પર એક નજર કરીએ તો અમે રુ.760ના સ્તર આસપાસ એક સારો બેઝ ફોર્મેશન જોઈ શકીએ છીએ. જે બાદ નિયમિત રીતે થોડા થોડા સમયે નાના નાના અપમુવ્સ જોવા મળ્યા છે. ગત સપ્તાહમાં આ સ્ટોકના ભાવમાં લોન્ગ મલ્ટી મંથ ટ્રેન્ડ લાઈનથી એક વધુ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. જે 200 ડે એસએમએ સાથે સાથે લગભગ 838 રુપિયા પાર જવાનો દમખમ દેખાડી રહ્યો છે.

જોકે બ્રોડર માર્કેટમાં વેચવાલીના કારણે શુક્રવારે આ સ્ટોકની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સમીતે કહ્યું કે આમાં રુ.890ના ટૂંકાગાળના ટાર્ટેગ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. તેમજ રુ. 807નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો

Axis Bank: BUY| LTP: Rs. 789.30| Stop Loss: Rs. 767| Target: Rs. 825| Return: 4.5 percent

સમીતે કહ્યું કે પાછલા કેટલાક મહિનાથી આખા બેંકિંગ સેક્ટરમાં તમામ શેર્સની ખરીદી જોવા મળી રહી છે. હકીકતમાં બેંકિં ઇન્ડેક્સ છેલ્લા સપ્તાહમાં નવી ઉંચાઈએ પહોંચવામાં સફળ રહ્યો હતો. બેન્કિંગ ઇન્ડેક્સની આ તેજીમાં એક્સિસ બેંકના શેરે મુખ્ય યોગદાન આપ્યું હતું. પાછલા કેટલાક સત્રોમાં અમે આ શેરમાં 800ના સ્તરને પાર કર્યા પછી હળવું પ્રોફિટ બુકિંગ જોયું છે. જોકે તેનું બ્રોડર સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત દેખાય છે. શુક્રવારે આ શેરનો ભાવ છેલ્લા બ્રેકઆઉટ પોઇન્ટ્સને સ્પર્શ કરીને ફરી રિકવર થયો હતો.

હાયર હાઈ બોટમ સઈકલને ધ્યાનમાં રાખીને આ શેરમાં ટ્રેડર્સને 825 રુપિયા નજીકના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. જે સાથે આ શેરમાં રુ.767ના સ્તરે સ્ટોપલોસ મુકવા માટે પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock marketSource link

Leave a Comment