first time in Gujarat Bambu Khadi research was done in Vanda Khadi Gramodhog in Amreli aga – News18 Gujarati


Abhishek Gondaliya.Amreli. આજના મોંઘવારીના યુગમાં ધંધો-રોજગાર મહત્વના બન્યા છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે કોઇના કોઇ વેપાર-નોકરી જરૂરી બને છે. જો કે વેપાર માટે અનેક ક્ષેત્રો ઉપલબ્ધ છે જેમાં સારી એવી આવક મેળવી શકાય છે. નાના પાયે ઉદ્યોગ શરૂ કરીને સારી એવી કમાણી પણ કરી શકાય છે. ખાસ કરીને ગામડાઓમાં મહિલાઓ વિવિધ પ્રવૃતિઓ કરીને પરિવારમાં આર્થિક મદદ કરી શકે છે. આવો જ ઉદ્યોગ અમરેલીમાં શરૂ થઇ રહ્યાં છે. અહીં મહિલાઓ ગામડામાં હીરા ઘસવાથી લઇને બાંબુમાંથી ખાદી બનાવવાનું કામ કરી રહી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર અમરેલીમાં બાંબુમાંથી ખાદી બનાવવામાં આવે છે. તો આ ખાદી કેવી રીતે બને છે આવો વિગતે જાણીએ…

બાંબુમાંથી ખાદી કેવી રીતે બને છે ?

બાંબુ ખાદી બનાવવા માટે બાંબુના રેસા લઇ અને અનોખું સંશોધન કરવામાં આવ્યું હતું. આજથી પાંચ વર્ષ પહેલા બાંબુ ખાદી બનાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કાષ્ટ તંતુમાંથી આ ખાદી બનાવવામાં આવે છે. બિરલા કંપનીમાંથી નેચરલ વસ્તુઓ બાંબુ ખાદીખાદીનું કાપડ તૈયાર કરવા માટે પ્રયોગ માટે આ વંડા ખાદી ગ્રામ ઉદ્યોગને આપવામાં આવ્યું હતું. ત્યારે ખાદી બનાવીને કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને જેમાં સુધારા વધારા કરતા આખરે બાંબુ ખાદી તૈયાર કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં સૌપ્રથમ પ્રયોગ વંડા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા બાંબુ ખાદી બનાવવા માટે કરવામાં આવ્યો હતો. બાંબુ ખાદી ગુજરાતમાં એકમાત્ર વંડા ખાતે જોવા મળે છે.

મહિલાઓને મળે છે રોજગારી

એક મીટરનો ભાવ 680 લેવામાં આવે છે. અને આ ખાદી અમદાવાદ, રાજકોટ, સહિતના વિસ્તારમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. વંડા ગ્રામોધોગ દ્વારા પા અને કાંત્રોડી ગામે 50 જેટલી મહિલાઓને રોજગારી પુરી પાડે છે. બંને ગામમાં મહિલાઓ દ્વારા પોતાના નિવાસસ્થાને અંબર ચરખા ચલાવી અને રોજગારી મેળવે છે. મહિલાઓ દ્વારા રૂ માંથી કંતાણ કરી અને દોરો બનાવવા માં આવે છે. જે દોરો મહિલાઓ દ્વારા વંડા ગ્રામોધોગને આપતા મહિલાઓને રોજગાર આપવામાં આવે છે. સાથે આ ગ્રામોધોગ દ્વારા ખાદીનું કાપડ તૈયાર કરવામાં આવે છે.

પૂજ્ય મોરારીબાપુની ધોતી અહીં વંડા ખાદી ગ્રામોધોગમાં ખાદીની તૈયાર થતી અને બાપુ ઉપયોગમાં લેતા જે કાપડ ખાદીનું હોઈ છે. ખાદી ગ્રામોધોગમાં થોડા વર્ષ પહેલાં લોકો અહીં કપાસ આપી જતા અને કાપડ ખાદી લઈ જતા બાદમાં હાલ તૈયાર પૂર્ણ આવતી જોવાથી અહીં કાપડ તૈયાર કરવામાં આવે છે અને મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે. વંડા ગ્રામોધોગનું વાર્ષિક એક કરોડનું ટન ઓવર કરે છે. જેમાંથી 83 લાખનું વેચાણ કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

First published:

Tags: Local 18, અમરેલી



Source link

Leave a Comment