જામનગરમાં રહેતા બંકિમ ભટ્ટને બાળપણથી જ વાંચનનો ખુબ જ શોખ હતો, આજે તેઓ શહેરમાં એક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આજે જયારે યુવાનો સ્માર્ટફોનનાં વળગણને કારણે વાંચનથી દૂર થતા જોઈને બંકિમ ભાઈને એક વિચાર આવ્યો, કે યુવાનોને પાછા પુસ્તકો તરફ વાળવા કંઈક કરવું જોઈએ, ત્યારબાદ બંકિમભાઈએ તેમની જેમ જ પુસ્તક પ્રેમી મિત્રોને પોતાના મનની વાત કરી, આમ વર્ષ 2019માં પાંચ મિત્રો ઈન્જીનીયર મિતેશ મકવાણા, ખાનગી શાળાના સંચાલક નયન પટેલ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા રાસીદ ચાકી, સરકારી શાળાના શિક્ષકના ઈશિત ત્રિવેદી અને બંકિમ ભટ્ટએ જામનગરમાં રીડિંગ ક્લબની શરૂઆત કરી.
આ પણ વાંચો: જામનગરના આ વ્યક્તિ દર વર્ષે મોકલે છે મુખ્યમંત્રીને ગરબો, જાણો શું છે કારણ?
જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલી સ્કૂલમાં રીડીગ ક્લબનાં મિત્રો દ્વારા સ્વ ખર્ચે જ એક લાઈબ્રેરી બનાવવામાં આવી છે, આ લાઈબ્રેરીમાં હિન્દી, ગુજરાતી, ઈંગ્લીસ ભાષાની 1100થી વધુ પુસ્તકોનો સંગ્રહ કર્યો છે. આ લાઈબ્રેરીથી જામનગરનાં યુવા લેખકો માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે જેમ કે દર મહિનાના ત્રીજા રવિવારે વારે આ લાઈબ્રેરીમાં લેખકો, વાંચકો, કવિ, શિક્ષકો, પ્રોફેસરો એકત્રિત થાય છે અને પુસ્તકો પર ગોષ્ટી કરે છે, એકબીજાનાં વિચારો રજુ કરે છે. આ રીડિંગ લાઈબ્રેરીનો લાભ શહેરીજનો લેવા ઈચ્છે તો એકદમ સરળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયા પુર્ણ માર્યા બાદ બે પુસ્તકો વાંચવા માટે લઇ જઈ શકો છો, ત્યારબાદ એ જમા કરાવ્યા બાદ અન્ય પુસ્તકો લઇ જઈ શકો છો. આમ તમામ લોકોને પુસ્તકો વાંચવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે પુસ્તકો આસપાસના વિશ્વનો તમારો પોતાનો અનન્ય પરિપ્રેક્ષ્ય બનાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ બનાવે છે. માનસિક અને ભાવનાત્મક રીતે વિકાસ કરવામાં મદદ કરે છે જે આજના ઈન્ટરનેટનાં યુગમાં ખુબ જ જરૂરી બાની ગયું છે. કારણ કે આજનું યુવાધન ગેરમાર્ગે જઈ રહ્યું છે તેઓને જીવનના નિર્ણાયક પાઠો આપી શકે છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Books, Jamnagar News, Students