four days sports carnival at ahmedabad sabarmati riverfront


અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36મી નેશનલ ગેમ્સ 2022ના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કાર્નવલ તારીખ 15થી 18 સુધી રોજ સાંજે 5થી 8.30 સુધી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ સ્પોર્ટ્સ કાર્નિવલ દરમિયાન રોપ યોગા પરફોર્મન્સ, જીમ્નાસ્ટિક્સ, સેમી જીમ્નાસ્ટિક્સ પરફોન્સ, માર્શલ આર્ટ્સ પર્ફોર્મન્સ, સ્વોર્ડ પર્ફોર્મન્સ ઝુમ્બા અને એરોબિક્સ, ફૂટબોલ સ્કીટ એક્ટ હિપહોપ પર્ફોર્મન્સ, યોગા ટ્રેડિશનલ ડાન્સ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કબડ્ડી, જુડો, યોગા, ટેબલ ટેનિસ, બોક્સિંગ, સ્કેટિંગ, કરાટે, આર્ચરી, ફૂટબોલ, રોબોટિક જેવા વિવિધ સ્પોર્ટ્સ આધારિત રમતોના નિદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.

રંગારંગ કાર્યક્રમો પણ યોજાશે

આ સાથે જ મુલાકાતીઓના મનોરંજન માટે સ્પોર્ટ્સ થીમ આધારિત મલ્ટીમીડિયા શો, લાઈવ મ્યુઝીકલ પરફોર્મન્સ, મ્યુઝિકલ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ, ફ્યુઝન ડાન્સ, અમદાવાદ સ્પેશિયલ સોંગ ડાન્સ, કલ્ચરલ પર્ફોર્મન્સ, રોક બેન્ડ પર્ફોર્મન્સ જેવા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન આવેલ છે.

sports carnival 2

મેયરે સ્પોર્ટ્સ કાર્નિવલમાં હાજરી આપી હતી

ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન

સ્પોર્ટ્સ કાર્નિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ નામાંકિત કંપનીઓના ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નેશનલ ગેમ્સનો મેસ્કોટ, સેલ્ફી પોઇન્ટ, લાઇવ કેરેક્ટર્સ પણ નાના બાળકો તેમજ તમામ વયના લોકોને મનોરંજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

sports carnival 1

સ્પોર્ટ્સ કાર્નિવલમાં અનેક ગેમ્સ રાખવામાં આવી છે.

ખૂબ ટૂંકાગાળામાં આયોજન ગૌરવની વાતઃ મેયર

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, ‘ગુજરાતે ખૂબ જ ટૂંકાગાળામાં 36મો રાષ્ટ્રીય ખેલ રમતોત્સવ યોજ્યો છે. જે આપણાં સૌ માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને આ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્ત્વને કારણે જ શક્ય બની શક્યું છે. આ રાષ્ટ્રીય ખેલ રમોત્સવમાંથી ભારતને ઓલમ્પિક માટે અદ્ભુત રમતવીરો પ્રાપ્ત થશે જેઓ ભારતનું નામ વિશ્વમાં ઝળહળતું રાખશે.’

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad news, Ahmedabad river front, Sports news



Source link

Leave a Comment