Gold Silver rate today 20th September know your city price here


નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ સામાન્ય ઘટાડો યથાવત રહ્યો છે અને સોનાના ભાવ રુ. 49 હજાર આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવ થોડા ઉપર ચડ્યા છે. સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.02 ટકા ઘટીને 49,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.34 ટકા વધીને 56,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો મસાલાનો બિઝનેસ, ખૂબ જ નાના રોકાણમાં તગડી કમાણીના ચાન્સ; મળે છે સરકારી મદદ

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.02 ટકા ઘટીને 49,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.34 ટકા વધીને 56,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,219 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6972 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Demat Account: આગામી 30મી સુધીમાં ડિમેટ એકાઉન્ટનું આ કામ કરી લેજો, નહીં તો ટ્રેડિંગ નહીં થાય

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
ચેન્નાઇ ₹46,400 ₹50,620
મુંબઈ ₹45,950 ₹50,130
દિલ્હી ₹46,100 ₹50,290
કોલકાતા ₹45,950 ₹50,130
બેંગલુરુ ₹46,000 ₹50,180
હૈદરાબાદ ₹45,950 ₹50,130
કેરળ ₹45,950 ₹50,130
પુણે ₹45,980 ₹50,130
વડોદરા ₹45,980 ₹50,130
અમદાવાદ ₹46,000 ₹50,180
જયપુર ₹46,100 ₹50,290
લખનઉ ₹46,100 ₹50,290
કોઈમ્બતુર ₹46,400 ₹50,620
મદુરાઈ ₹46,400 ₹50,620
વિજયવાડા ₹45,950 ₹50,130
પટના ₹45,980 ₹50,130
નાગપુર ₹45,980 ₹50,130
ચંદીગઢ ₹46,100 ₹50,290
સુરત ₹46,000 ₹50,180
ભુવનેશ્વર ₹45,950 ₹50,130
મેંગલોર ₹46,000 ₹50,180
વિશાખાપટ્ટનમ ₹45,950 ₹50,130
નાશિક ₹45,980 ₹50,130
મૈસુર ₹46,000 ₹50,180

આ પણ વાંચોઃ Expert Advice: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

 સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી મુંબઈ, અમદાવાદ સહિત શરું થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today



Source link

Leave a Comment