Gold Silver rate today 22th September know your city price here


નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં તહેવાર નજીક આવતા ફરી તેજીની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક દિવસ પહેલા જ્યાં ચાંદીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો ત્યાં આજે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનાના ભાવ સામાન્ય વધારો થયો છે અને સોનાના ભાવ ફરી 50 હજાર થવા તરફ સરકી રહ્યા છે, તો બીજી તરફ ચાંદીના ભાવ પણ આજે સામાન્ય ઉછળ્યા છે. આજે સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.06 ટકા વધીને 49,472 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.08 ટકા વધીને 57,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.06 ટકા વધીને 49,472 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.08 ટકા વધીને 57,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,472 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6719 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
ચેન્નાઇ ₹46,400 ₹50,620
મુંબઈ ₹46,000 ₹50,200
દિલ્હી ₹46,150 ₹50,350
કોલકાતા ₹46,000 ₹50,200
બેંગલુરુ ₹46,050 ₹50,240
હૈદરાબાદ ₹46,000 ₹50,200
કેરળ ₹46,000 ₹50,200
પુણે ₹46,030 ₹50,230
વડોદરા ₹46,030 ₹50,230
અમદાવાદ ₹46,050 ₹50,240
જયપુર ₹46,150 ₹50,350
લખનઉ ₹46,150 ₹50,350
કોઈમ્બતુર ₹46,400 ₹50,620
મદુરાઈ ₹46,400 ₹50,620
વિજયવાડા ₹46,000 ₹50,200
પટના ₹46,030 ₹50,230
નાગપુર ₹46,030 ₹50,230
ચંદીગઢ ₹46,150 ₹50,350
સુરત ₹46,050 ₹50,240
ભુવનેશ્વર ₹46,000 ₹50,200
મેંગલોર ₹46,050 ₹50,240
વિશાખાપટ્ટનમ ₹46,000 ₹50,200
નાશિક ₹46,030 ₹50,230
મૈસુર ₹46,050 ₹50,240

આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

આ પણ વાંચોઃ Shoppers Stopના શેરથી રોકાણકારો માલામાલ, એક વર્ષમાં ત્રણ ગણો નફો આપનાર આ શેર અંગે આવું કહે છે તજજ્ઞો

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price TodaySource link

Leave a Comment