Gujarat weather forecast rainfall in Navratri update


અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 116.92 ટકા વરસાદ નોંધાયો છે. જે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 185.13 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાત 120.83 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાત 93.21 ટકા વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર 107.93 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત 127.81 ટકા વરસાદ થયો છે. જોકે, ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ થયો છે.

ચોમાસાની વિદાય ક્યારે?

ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ બેસી ગયું હતું.જોકે, ચોમાસાની સિઝનને અનુકૂળ વાતાવરણ છે. હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી.કારણ કે, હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાનું અનુમાન છે.

આ પણ વાંચો: નર્મદા અને ભરૂચના કાંઠાવાળા વિસ્તારોમાં એલર્ટ

ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે. ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ જશે.

28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે. 3 થી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે તેવું અનુમાન છે. ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે. ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન છે. લોકલ સિસ્ટમ એટલે કે, થન્ડર સ્ટ્રોમના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થશે.

પાંચ દિવસ વરસાદી માહોલ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સામાન્યથી ભારે મધ્યમ વરસાદની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat monsoon 2022, Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, નવરાત્રી, હવામાન





Source link

Leave a Comment