Hair Business Idea which can earn you handsome return


મુંબઈઃ આજે અમે તમને એક એવો અનોખો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેમાં તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. આ એક એવો વ્યવસાય છે. જેની માંગ દેશ-વિદેશમાં દિવસેને દિવસે વધી રહી છે. આજે અમે તમને હેર બિઝનેસ (Hair Business) વિશે માહિતી આપીશું. આખી દુનિયામાં લોકો વાળની ​​મદદથી કરોડોનો બિઝનેસ પણ કરી રહ્યા છે. ભારતમાં પણ વાળનો વ્યવસાય (Hair Business in India) ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે અને તેને પોતાની આવકનો સ્ત્રોત (Source of Income) બનાવી શકાય છે.

આજે બજારમાં ઘટાડો જોવા મળશે કે પોતાને સંભાળશે? ક્યા ફેક્ટર છે જે ચાલ નક્કી કરશે?

વૈશ્વિક વાળના વ્યવસાયમાં ભારતનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. દર વર્ષે આપણા દેશમાંથી લગભગ 40 લાખ ડોલરની કિંમતના વાળની ​​સપ્લાય થાય છે. વર્ષ 2020માં ભારતથી વિદેશ મોકલવામાં આવતા વાળમાં વાર્ષિક 39 ટકાનો વધારો થયો હતો. માથા પરથી ખરતા વાળની ​​કિંમત કરોડો રૂપિયા છે. ગામડાંઓ અને શહેરોમાં ફેરિયાઓ ઘરે-ઘરે જઈને વાળ એકઠા કરે છે.

આ પણ વાંચોઃ ઘડપણમાં બેઠાં બઠાં રુ. 2 લાખની આવક કઈ રીતે થઈ શકે? અહીં સમજો

 વાળની ​​કિંમત

વાળની ​​ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે. કેટલાક વાળ રૂ.8,000 થી રૂ.10,000ની વચ્ચે ખરીદવામાં આવે છે. બીજી તરફ, કેટલાક વાળ સારી ગુણવત્તાના હોય તો તે સરળતાથી રૂ. 20,000 થી રૂ. 25,000માં વેચાય છે. કોલકાતા, ચેન્નઈ અને આંધ્રપ્રદેશના ઉદ્યોગપતિઓ વાળની ​​જથ્થાબંધ ખરીદી કરે છે. ફરી આ વાળ વિદેશમાં વેચાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતામાંથી 90 ટકા વાળ ચીનમાં વેચાય છે. કહેવાય છે કે ગુજરાતના વાળની ​​વધુ માંગ છે. આનું કારણ એ છે કે ગુજરાતીઓના વાળ વધુ મજબૂત અને ચમકદાર હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો

વાળનો ઉપયોગ

વાળ કરતાં સમયે તૂટેલા વાળનો ઉપયોગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં, વિગ બનાવવામાં થાય છે. ખરેલા આ વાળને સાફ કરીને કેમિકલમાં રાખવામાં આવે છે. પછી તેને સીધા કરીને ઉપયોગમાં લેવાય છે. ટ્રિટમેન્ટ બાદ તેમને ચીન મોકલવામાં આવે છે. વાળની ​​ગુણવત્તા માટે અલગ-અલગ શરતો છે, જેમ કે વાળ કપાયેલા ન હોવા જોઈએ. વાળ ઓળાવતા સમયે ખરેલા હોવા જોઈએ અને તેની લંબાઈ 8 ઈંચથી ઓછી ન હોવી જોઈએ.

વિશ્વમાં ભારતીય મહિલાઓના વાળની માંગ

ભારતમાં વાળનો ધંધો આઝાદી પહેલાથી ચાલતો હતો. ભારતીય મહિલાઓના વાળ હંમેશા વૈશ્વિક ફલક પર પ્રિય રહ્યા છે. આજે પણ ભારતીય મહિલાઓના લાંબા વાળ (Indian Hair Texture) ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમની કિંમત (Hair Business Net worth) પણ ઘણી વધારે છે. આ વાળ ભારતમાંથી ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મામાં મોકલવામાં આવે છે. ભારતના મંદિરોમાં દાનમાં આપેલા વાળ પણ વેચાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આ કંપનીનો પ્લાન્ટ શરું થતાં જ રુ.1 લાખનું લેપટોપ રુ.40 હજારમાં મળશે!

ભારતના વાળની ​​સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ

વાળની ​​ગુણવત્તા આ વ્યવસાયનું એક મહત્વપૂર્ણ પાસું છે. વર્જિન વાળની ​​માર્કેટમાં ખૂબ માંગ છે. વર્જિન વાળને એવા વાળ કહેવામાં આવે છે જેમાં કોઈ રંગ કરવામાં આવ્યો નથી. જેમની કોઈ ટ્રિટમેન્ટ કરવામાં આવી નથી. ભારતમાંથી વિદેશ જતા મોટાભાગના વાળ આ શ્રેણીના છે. આવા વાળની ​​સૌથી વધુ માંગ અમેરિકા, ચીન, બ્રિટન અને યુરોપમાં છે. તમને જણાવી દઈએ કે ભારતના મંદિરોમાંથી જતા વાળ દ્વારા મોટી સંખ્યામાં વર્જીન વાળની ​​માંગ પૂરી થાય છે. વર્ષ 2014માં તિરુપતિ મંદિરમાંથી જ 220 કરોડના વાળ વેચાયા હતા. 2015 માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ભક્તોના વાળના ​​ઈ-ઓક્શન દ્વારા 74 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business idea, Business news, Hair fall, Investment tipsSource link

Leave a Comment