how to get the benefit of subsidy on education loan gh rv


હાયર એજ્યુકેશનનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજની મોંઘવારીમાં શિક્ષણ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે હવે મોટી સંખ્યામાં એજ્યુકેશન લોન લેવામાં આવી રહી છે. વ્યક્તિગત લોન કરતા સસ્તી હોવાની સાથે આ લોન વધુ અનેક લાભો પણ આપે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે શિક્ષણ લોન પર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.

કેટલીક બેંકો છાત્રાઓના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર 0.5 ટકા સુધીનું વ્યાજ સબવેન્શન પણ ઓફર કરે છે. સરકારની ઘણી યોજનાઓમાં તમામ વિદ્યાર્થીઓને લોન સબસિડી મળે છે. સેન્ટ્રલ સેક્ટર ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, પઢો પ્રદેશ એજ્યુકેશન લોન ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ અને ડૉ. આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઑફ ઈન્ટરેસ્ટ સબસિડી જેવી સ્કીમ દ્વારા સરકાર ઉચ્ચ શિક્ષણ માટે સબસિડી આપે છે. આ સબસિડી મોરેટોરિયમ સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. મોરેટોરિયમ પીરિયડ એટલે અભ્યાસ ચાલુ થયાના એક વર્ષ સુધીનો સમય. ઉદાહરણ તરીકે જો કોઈ કોર્સ ત્રણ વર્ષનો હોય તો ચાર વર્ષનો મોરેટોરિયમ પીરિયડ હશે.

આ પણ વાંચો:  Career in Travel and Tourism: દેશ વિદેશમાં ફરવાનો શોખ છે તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો કોર્સ કરી તમારા શોખને બનાવો પેશન

એજ્યુકેશન લોન કઈ રીતે સારી ?

નિષ્ણાતોના મતે સામાન્ય રીતે માતાપિતા તેમના બાળકોને હાયર એજ્યુકેશન આપવા ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરે છે અથવા મિલકત વેચીને ભંડોળ એકત્ર કરે છે. બંને કિસ્સાઓમાં માતાપિતા પર આર્થિક બોજ વધે છે અથવા આર્થિક ભવિષ્ય જોખમાય છે. જેથી તેઓ એજ્યુકેશન લોન લે તે વધુ અનુકૂળ છે. ઘણી વખત આ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ દર કરતા રોકાણ પરનું વળતર વધારે છે તેથી બચતના પૈસા એજ્યુકેશન લોન માટે ઈન્વેસ્ટ કરવા યોગ્ય નથી.

સેન્ટ્રલ સેક્ટર ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમના ફાયદા :

આ યોજના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. તેના પર વ્યાજ સબસિડી માત્ર ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સના અભ્યાસ પર જ આપવામાં આવે છે. તમે આ યોજના દ્વારા વિદેશમાં અભ્યાસ કરી શકતા નથી. આ યોજના હેઠળ મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજમાં સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે છે અને વિદ્યાર્થીએ નોકરી મળે ત્યારે વ્યાજ સાથે લોનની ચુકવણી કરવાની રહે છે.

આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મેળવી શકાય છે. આ યોજના સ્નાતક, અનુસ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમો માટે લોન પ્રદાન કરે છે. લોનની મહત્તમ રકમ 7.5 લાખ રૂપિયા છે, જેના માટે કોઈ કોલેટરલની જરૂર નથી. જો કે, આ યોજના માટે અરજી કરવા માટે, વાલીની વાર્ષિક આવક ઓછામાં ઓછી 4.5 લાખ રૂપિયા હોવી જોઈએ.

પઢો પ્રદેશ શિક્ષણ લોન વ્યાજ સબસિડી યોજનાની વિશેષતાઓ –

વર્ષ 2006માં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને તેનો લાભ લઘુમતી સમુદાયના ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ અંતર્ગત વિદેશમાં માસ્ટર, એમફીલ, પીએચડી જેવી ઉચ્ચ ડિગ્રીઓ લેવા માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે.

સ્કીમ હેઠળ માત્ર એક કોર્સ માટે લોન લઈ શકાય છે. વિદ્યાર્થીએ અભ્યાસક્રમ શરૂ થયાના પ્રથમ વર્ષમાં જ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. તમે બીજા કે પછીના વર્ષમાં અરજી કરી શકશો નહીં. મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજ વસૂલવામાં આવશે નહીં, પરંતુ પછીથી વ્યાજ અને મુદ્દલ ચૂકવવાના રહેશે.

યોજનાનો લાભ લેવા માટે, માતાપિતાની કુલ આવક વાર્ષિક રૂ. 6 લાખથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત, યોજના હેઠળ લિસ્ટેડ કોર્સમાં નોંધણી કર્યા પછી જ વિદ્યાર્થીને તેનો લાભ આપવામાં આવશે.

આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ ઈન્ટરેસ્ટ સબસીડી સ્કીમ

આ યોજના ઓબીસી અને આર્થિક રીતે નબળા અને પછાત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને માસ્ટર, એમફિલ અથવા પીએચડી ડિગ્રી મેળવવા માટે શિક્ષણ લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ પણ વાંચો:  Career Tips: પર્યાવરણ સ્વાસ્થ્ય અધિકારી તરીકે બનાવો કારકિર્દી, મળશે દમદાર પગાર

સબસિડી માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ OBC કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી છે. જેમાં માતાપિતાની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. વિદ્યાર્થીએ આવકના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે અને યાદીમાં સામેલ હોય તે જ કોર્સ માટે વ્યાજ સબસિડી મળશે.

Published by:Rahul Vegda

First published:

Tags: Career and Jobs, Education NewsSource link

Leave a Comment