ગોધરામાં જુદા જુદા ક્ષેત્ર મા અભ્યાસ કરતા યુવાનોના ગ્રુપ “ટેકનિકલ વારસો” દ્વારા એક અનોખાં કોન્સેપ્ટ સાથે પ્રથમ વખત વર્કશોપ નું આયોજન થનાર છે, જેમાં મોટી ઉંમર ની મહિલાઓ કે જેઓને મોબાઇલ ફોન ના ફીચર્સ ને બરાબર વાપરતા ના આવડતા હોંય, અથવા જુદી જુદી એપ્લીકેશનસ ના ઉપયોગ મા તકલીફ પડતી હોય તો તેવી મહિલાઓ ને ગ્રુપ ના યુવાનો દ્વારા મોબાઇલ ફોન અને તેના ઉપયોગ ને લગતી તમામ ટેકનિકલ બાબતો ની માહિતી સરળ ભાષા માં મળી રહે તે માટે નું પ્લેટફોર્મ વિકસાવવાનું નક્કી કર્યું છે.
આ અવનવીન પ્રકાર ના કોન્સેપ્ટ ની આઈડિયા અભિષેક પાઠક નામના યુવકને આવી, જેણે પોતાની માતા ને આ વિશે વાત કરતા, રીટાયાર્ડ સરકારી અધિકારી કાશ્મીરા પાઠક અને તેમના પુત્ર અભિષેક પાઠકે ટેકનિકલ વારસો નામથી સંસ્થા શરૂ કરવાનું વિચાર્યું. અભિષેકે પોતાના મિત્ર વર્તુળ માંથી 7 બહેનો ને તૈયાર કરી કે જેઓ જુદા જુદા ક્ષેત્ર મા અભ્યાસ કરે છે. ગ્રુપ ની રચના કરી ગોધરા શહેર ની મહિલાઓ ને ટેકનિકલ માહિતી સરળ ભાષા માં પુરી પાડવા માટે જુદા જુદા સ્થળે સેમિનાર, વર્કશોપ ના આયોજન કરવાની રણનીતિ શરૂ કરી.
અભિષેકે પોતાના જ ઘર ને ઓડિટેરિયમ માં ફેરવી દઇ આવા પ્રકાર ના વર્કશોપ નું આયોજન કરવાનું નક્કી કર્યું છે. મહત્વ ની વાત એ છે કે મુખ્યત્વે 35 થી લઈને 65 વર્ષ સુધી ની 30 થી વધુ મહિલાઓએ આ વર્કશોપ માં ભાગ લેવા અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ટેકનિકલ વારસા ની ટીમ ધ્વારા એક ટેલીફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જો કોઈ પણ વિસ્તાર ની ઓછા માં ઓછી 20 મહિલાઓ મળીને આ પ્રકાર ના વર્કશોપ નું આયોજન કરવા તૈયાર થસે તો ટેકનિકલ વારસા ની ટીમ તેમના એરિયા માં જઈ વર્કશોપ નું આયોજન કરશે. સેમિનાર માં મુખ્યત્વે યુપીઆઈ થી મની ટ્રાન્સફર કઈ રીતે કરવા - અલગ અલગ - યુપીઆઇ એપ્સ જેમકે PayTm, Google pay વગેરેનું ઇન્ટ્રોડક્શન - બિલ ઓનલાઈન કઈ રીતે પે કરવા - ઓનલાઇન શોપિંગ કઈ રીતે કરવી - ગુજરાતી અને હિન્દી ભાષામાં સરળ રીતે કઈ રીતે લખવું - સોશિયલ મીડિયા એપ્સ જેવા કે Youtube, facebook Instagram, Whatsapp વગેરેનું ઇન્ટ્રોડક્શન - મોબાઈલના અવનવા ફીચર્સ તથા એવા જ અમુક અવનવા એપ્સની જાણકારી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
સંપર્ક નંબર: અભિષેક પાઠક - 9825036800, કાશ્મીરા પાઠક - 7069314800
સ્થળ - એ/56 શુક્લા સોસાયટી, રજનીકાંત પાઠક રોડ, ગાયત્રી મંદિર પાસે, ગોધરા-૩૮૯૦૦૧.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Engineering and Technology, Mobile and Technology, Mobile Application, Panchmahal