Ind vs Aus: મોહમ્મદ શમીના કારણે 43 મહિના પછી ખુલ્યું ઉમેશ યાદવનું નસીબ, અચાનક પહોંચ્યો ચંદીગઢ


નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ રવિવારે (18 સપ્ટેમ્બર) સવારે ચંદીગઢ પહોંચી ગયો છે. એરપોર્ટ પરથી નીચે ઉતર્યા બાદ તે સીધો તે હોટલમાં ગયો જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાઈ છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ઈમરજન્સી કોલ હેઠળ ઉમેશને ફોન કર્યો હતો. કોવિડ પોઝિટિવ મળ્યા બાદ મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા સામેની આગામી 3 મેચની T20 સિરીઝમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી ઉમેશને નાટકીય રીતે ભારતીય T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે દુબઈમાં વર્લ્ડ કપ પછી શમી પ્રથમ ટી20 મેચ રમવાનો હતો.

મોહમ્મદ શમીની જગ્યાએ ઝડપી બોલર ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 34 વર્ષીય ઉમેશ યાદવ જાંઘમાં ઈજાના કારણે એનસીએમાં રિહેબ હેઠળ હતો. આ વિશે સૂત્રએ કહ્યું, ‘ઉમેશ પાછા આવ્યા બાદ એનસીએમાં તેનું રિહેબ કરી રહ્યો હતો અને તેને ગંભીર ઈજા નહોતી. તેથી હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને રમવા માટે ફિટ છે.

આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં રમવાની તક મળી ગઈ છે. ઉમેશ પ્રથમ T20Iમાં ભારતના પ્લેઈંગ 11માં સામેલ થતાં 43 મહિના પછી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં જોવા મળશે.

ઉમેશે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમી હતી. છેલ્લી વખત તે વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચી લો: ઓસ્ટ્રેલિયાને હરાવો નહીં તો WC ભૂલી જાઓ.. રોહિત શર્માને પોતાના જ વર્લ્ડ ચેમ્પિયન સાથીનો પડકાર

ઉમેશે ભારત તરફથી T20માં ડેબ્યૂ કર્યું

34 વર્ષીય ઉમેશ યાદવે વર્ષ 2012માં ભારત તરફથી T20માં ડેબ્યૂ કર્યું હતું. જોકે, 2019 સુધી તેને માત્ર 7 વખત જ ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી છે. T20 ઈન્ટરનેશનલમાં તેના નામે 9 વિકેટ છે. આ સાથે જ ઉમેશ યાદવે IPLમાં સતત પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા છે. તેણે 133 IPL મેચમાં 135 વિકેટ લીધી છે. તેણે IPL 2022માં KKR માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

IPLની 15મી સીઝનમાં તે પાવરપ્લેમાં સૌથી ઘાતક પેસરોમાંથી એક હતો. તેણે 7ના ઇકોનોમી રેટથી 16 વિકેટ લીધી હતી. IPL પછી ઉમેશ મિડલસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ ગયો હતો. ત્યાં તેણે કાઉન્ટી મેચ સિવાય રોયલ ODI કપમાં શાનદાર બોલિંગ કરી હતી.

ઉમેશ અત્યારે ફોર્મમાં છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા તેને અજમાવવા માંગે છે. ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં શમી કે અન્ય કોઈ બોલર ઈજાગ્રસ્ત થાય છે તો ઉમેશ વિકલ્પ બની શકે છે.

Published by:mujahid tunvar

First published:

Tags: ICC T20 World Cup, India vs australia, Mohammed Shami, Umesh yadav



Source link

Leave a Comment