Indian Stock Market Today may see up side as these global positive factor will affect the investor sentiment


મુંબઈઃ ભારતીય શેરબજાર મંગળવારે સતત બીજા દિવસે તેજીના મૂડમાં જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં પણ બજારની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ અંતે તેજી સાથે બંધ થયું હતું. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 59,141 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ વધીને 17,622 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજાર પણ સુધર્યું હતું, જેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે. રોકાણકારો આજે શરૂઆતથી જ બજારમાં ખરીદી કરશે તો સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ મેળવશે અને સેન્સેક્સ ફરીથી 60 હજાર તરફ આગળ વધશે.

અમેરિકન અને યુરોપિયન બજારો

અમેરિકી શેરબજાર પરત પાટા પર ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વ્યાજદરમાં વધારો કરવાની ફેડની જાહેરાત અને મોંઘવારી અને બેરોજગારીના ચિંતાજનક આંકડાઓના કારણે રોકાણકારોને પાછળ હટવાની ફરજ પાડી હતી, પરંતુ હવે તેઓ ફરી માર્કેટમાં આવી રહ્યા છે. રોકાણકારોના આ વિશ્વાસને કારણે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 0.76 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકાના પગલે યુરોપિયન બજારોમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ અહીં પણ કેટલીક જગ્યાએ મંદીનો પ્રભાવ જોવા મળ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.49 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.26 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું અને લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.62 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારમાં તેજીની લહેર

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ખુલ્યા હતા અને તે લાભ સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.73 ટકાની મજબૂતી જોવા મળી રહી છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.40 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર 0.75 ટકા અને દક્ષિણ કોરિયાનું કોસ્પી 0.40 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે પણ 0.07 ટકા નીચે છે.

વિદેશી રોકાણકારોનું પોઝિટિવ વલણ

ભારતીય મૂડીબજારમાં સતત નાણાંનું રોકાણ કરી રહેલા વિદેશી રોકાણકારોએ ગયા અઠવાડિયે કેટલાંક સત્રોમાં વેચવાલી કરી હતી, પરંતુ આ સપ્તાહે તેમનો વિશ્વાસ પાછો ફર્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં રૂ. 312.31 કરોડ મૂક્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 94.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આજે અહીં દાવ લગાવી શકો


નિષ્ણાતોએ આજના ટ્રેડિંગ માટે કેટલાક ઉચ્ચ ડિલિવરી પર્સન્ટેજ શેરોના નામ સૂચવ્યા છે, જેના પર રોકાણકારો દાવ લગાવી શકે છે. ઉચ્ચ ડિલિવરી પર્સન્ટેજનો અર્થ એ છે કે આ શેર્સ પર રોકાણકારોની નજર રહેશે, જેમાં Larsen & Toubro, Power Grid Corporation of India, ITC, Godrej Consumer Products અને Bharti Airtel જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: BSE Sensex, Nifty 50, Share market, Stock market



Source link

Leave a Comment