શ્રીનગરમાં ઈમરાનથી ફેન્સ થયા નારાજ
ઈમરાન હાશમીએ શ્રીનગરમાં પોતાના રોકાણ દરમિયાન અહીની એસપી કોલેજમાં શૂટિંગ કર્યું હતું. આજતકના અહેવાલ મુજબ, જ્યારે ઈમરાન તેનું શૂટિંગ પૂરું કરીને બહાર નીકળ્યો ત્યારે તેણે રાહ જોઈ રહેલા પ્રશંસકો તરફ જોયું પણ નહીં. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક પ્રશંસકે અન્ય એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે અભિનેતાને મળવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉભો હતો. પરંતુ ઈમરાન હાશમીએ તેની તરફ જોયું પણ નહોતું. તો બીજી તરફ પહેલગામમાં થયેલા પથ્થરમારાના આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે તેજસ દેઉસ્કર ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું નિર્દેશન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બોડીકોન મિની ડ્રેસમાં જાહન્વી કપૂર કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, મિની ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ
ઈમરાનના હાથમાં અનેક પ્રોજેક્ટ
આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે સાઈ તામ્હંકર અને ઝોયા હુસૈન પણ જોવા મળશે. આ ફિલ્મ સિવાય ઈમરાન બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે અક્ષય કુમાર સાથે સેલ્ફી ફિલ્મમાં પણ જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં પણ મહત્વનો રોલ કરી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર