IRISH ANTI MONARCHY PROTESTERS - આયરલેન્ડની રાજધાનીમાં રાજાશાહી ખતમ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન – News18 Gujarati


ડબલિનઃ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પછી કેટલીય જગ્યાએ રાજાશાહીના અંત માટે માગ ઊઠી છે. એક રિપોર્ટમાંથી જાણવા મળ્યુ હતુ કે, આયરલેન્ડમાં રાજાશાહીના અંત માટે એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સોમવારે એટલે કે 19મી સપ્ટેમ્બરે મહારાણીના અંતિમસંસ્કારની પ્રકિયા પૂરી થઈ હતી અને આ તરફ આયરલેન્ડમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ ‘RIP બ્રિટિશ સામ્રાજ્ય’ લખેલા તાબૂતને નદીમાં ફેંકી દીધું હતું.

કાળા કપડાંમાં વિંટેલું તાબૂત નદીમાં ફેંક્યું

મિરરના એક રિપોર્ટ પ્રમાણે, જ્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો અંતિમસંસ્કાર કરવામાં આવતો હતો ત્યારે રાજાશાહીનો અંત લાવવા માગતા લોકોએ આયરલેન્ડની રાજધાનીમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. એન્ટિઇમ્પિરિયલ એક્શન આયરલેન્ડ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. માર્ચ દરમિયાન ભાગ લેનારા કેટલાંક વિરોધીઓ નદી પાસે આવીને ઊભા રહી ગયા હતા અને કાળા કપડાંમાં વિંટાળેલા એક તાબૂતને નદીમાં ફેંકી દીધું હતું.

તાબૂત નદીમાં ફેંક્યું

સમૂહે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘આજે બપોરે, એન્ટિઇમ્પિરિયલિસ્ટ એક્શને બેરેસફોર્ડ પ્લેસમાં જેમ્સ કોનોલી સ્ટેચ્યૂથી વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ હતુ જે જીપીઓમાં પૂરું થયું હતું. આંદોલન દરમિયાન વિરોધીઓએ એક તાબૂત ઉઠાવ્યું હતું. તેના પર રીપ બ્રિટિશ મોનાર્ક એટલે કે બ્રિટિશ સામ્રાજ્યનો અંત. આ તાબૂતને કોઓનેલ સ્ટ્રીટ પર લિફી નદીમાં ફેંકી દીધું હતું. યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘રાજાશાહી ખતમ કરો અને લોકોને સાચી લોકશાહી આપો.’

ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો વિરોધ કર્યો

પ્રદર્શનકારીઓએ, ‘યૂી બ્રિટિશ કિંગ, વીથી ગિલોટન’ અને ‘ગ્રેટ ધ બ્રિટ્સ આઉટ નાઉ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય અહીંથી નીકળો. વિરોધ પ્રદર્શન દરમિયાન સેંકડો પોલીસ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારીઓએ રાણીના અંતિમસંસ્કારના દિવસે આયરિશ ધ્વજને અડઘી કાઠીએ ફરકાવવા સામે પણ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં પ્રદર્શનકારીઓએ રાજધાનીમાં જનરલ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગમાં કબ્જો કરવાની યોજના પણ બનાવી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

તાનાશાહના અંતિમસંસ્કાર માટે અડધી કાઠીએ ધ્વજ ફરકાવ્યોઃ પ્રદર્શનકારી

પ્રદર્શનકારીઓના જણાવ્યા પ્રમાણે, જીપીઓના ઉપર રાષ્ટ્રધ્વજ એક વિદેશી તાનાશાહના અંતિમસંસ્કાર માટે અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બ્રિટિશ શાહી પરિવારે આયરલેન્ડને દુઃખ સિવાય કંઈ જ આપ્યું નથી. છેલ્લા અઠવાડિયે પોપ ટ્વિન્સ જેડવર્ડે સોશિયલ મીડિયામાં મહારાણીના નિધનના કેટલાંક દિવસ બાદ રાજાશાહી સમાપ્ત કરવાની વાત કરી હતી.

Published by:Vivek Chudasma

First published:

Tags: Ireland, Queen Elizabeth II





Source link

Leave a Comment