Junagadh: આ પિતા-પુત્રની જોડી છે કમાલની, માત્ર ગણતરીની સેકન્ડમાં દોરે ચિત્રો, VIDEO


Ashish Parmar Junagadh : કહેવાય છે કે પિતા નો કોઈ દિવસ નથી હોતો ; પિતા થકી દિવસ હોય છે. અહી વાત છે એક પિતા પુત્રની જોડીની. જેમાં આ પિતા પુત્રની જોડીને પેઢીમાં પોતાના વ્યવસાયિક અને પરંપરાગત વ્યવસાયની સાથે ચિત્રકામની કળા મળી છે. જૂનાગઢના ધર્મેશભાઈ પરમાર અને તેનો પુત્ર અંકિત પરમાર આજે પોતાના ચિત્રકામના શોખને લઈને ખૂબ જ ખુશ છે. આજે આ બંને પિતા પુત્ર ગણતરીની સેકન્ડમાં ચિત્ર બનાવી જાણે છે.

ધર્મેશભાઈના પિતા પણ હતા ચિત્રકાર

ધર્મેશભાઈ જણાવ્યું હતું કે આમ તો અમારો રોજીંદો વ્યવસાય સલૂન નો છે. જે કામ ની સાથે મને આ ચિત્રના વ્યવસાયનું કામ પેઢીમાં મળ્યું છે.મારા પપ્પા પણ આ કામ કરતા , હું પણ આજે આ કામ કરું છું અને આ જ કામ ને મારા પુત્રએ પણ સહર્ષ સ્વીકાર્યું છે અને તે પણ હોંશે હોંશે ખૂબ સરસ ચિત્રો બનાવે છે.હું છેલ્લા 30 વર્ષથી આ ચિત્રના વ્યવસાય સાથે પણ જોડાયેલો છું.

છેલ્લા 30 વર્ષમાં કર્યા હજારો ચિત્રકામ

ધર્મેશભાઈ દ્વારા છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ ઘણી પેટર્ન ના ચિત્રો બનાવ્યા છે. જેમાં રંગોળી , ભીંતચિત્રો , ઓઇલ પેઇન્ટિંગ , ઈમોશનલ ચિત્ર સહિતના અનેક ચિત્રકામ નો સમાવેશ થાય છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે જેને કલાનો શોખ છે તેને યોગ્ય રોજગારી મળી રહે છે અને ક્યારેય તેને આવક ગુમાવવી નથી પડતી.

બંને પિતા પુત્રનો અભ્યાસ ફક્ત 10 ધોરણ સુધી

આ બંને પિતા પુત્રએ ફક્ત 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ધર્મેશભાઈ ની વય 48 વર્ષ છે જ્યારે અંકિતની વય 22 વર્ષની છે.ત્યારે બંને પિતા પુત્ર પોતાના પરંપરાગત વ્યવસાયની સાથે પોતાના શોખ ને પણ જીવંત રાખી આજે ખૂબ જ પોતાના કામ પ્રત્યે પાવરધા જોવા મળે છે. હાલમાં ધર્મેશભાઈ દ્વારા પોતાની નીચે 10 બાળકોને પણ ચિત્રકામ માટે તૈયાર કરવામાં આવ્યા છે.

પુત્ર કરે છે સલૂન સાથે ચિત્રનો શોખને પૂરો

ધર્મેશભાઈ નો પુત્ર અંકિત સલૂનના બિઝનેશની સાથે ચિત્રકામ ના પોતાના શોખને પણ આગળ રાખી ને ચાલી રહ્યો છે. તેના પિતા પોતે ચિત્રના વ્યવસાય ને લીધે સલૂન પર ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ તેમનો પુત્ર અંકિત પરંપરાગત ધંધા ની સાથે પોતાનો શોખ પૂરો કરતા જોવા મળે છે. નવરાશની પળોમાં જ્યારે તે સલૂન પર બેઠો હોય છે ત્યારે પોતે ચિત્ર બનાવે છે. સ્પેશિયલ ચિત્ર કે જેનાથી બીજા વ્યક્તિને જોઈ આનંદ થાય આ સાથે બીજા વ્યક્તિને કોઈ પ્રેરણા મળે એવા ચિત્ર બનાવવાં અંકિત પસંદ કરે છે.

કોરોના સમયમાં ઉત્કૃષ્ટ કામગીરી

કોરોનાકાળમાં લોગો કરફ્યુ સમયે ઘરમાં બંધ હતા ત્યારે લોકોની જાગૃતિ માટે ધર્મેશભાઈ દ્વારા દિવસ રાત વોલ પેઇન્ટિંગ તથા અનેક મુખ્ય માર્ગો પર પેઇન્ટિંગ ની કામગીરી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ પણ હાથ ધર્યો હતો.

તમે પણ આ ચિત્રકારનો કોન્ટેક્ટ કરી શકો

અગર તમારા ઘરે પણ કોઈ ઇવેન્ટ કે લગ્ન પ્રસંગ છે અથવા તમે પણ કોઈ પેઇન્ટિંગ બનાવવા માંગો છો તો આપ અહીં 91 96246 73943 તથા 91 70168 96415 આ બંને નંબર પર ચિત્રકારનો સંપર્ક સાધી શકો છો

તમારા શહેરમાંથી (જુનાગઢ)

First published:

Tags: Local 18, જૂનાગઢ



Source link

Leave a Comment