Rahul Gandhi in Gujarat Election promotion opinion


પલ્લવી ઘોષ

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)નું બ્યુગલ વાગતાની સાથે જ ચારેય તરફ વિવિધ પાર્ટીઓના ઉમેદવારો પ્રચારમાં જોડાઇ ચૂક્યા છે. આ સાથે જ ગુજરાતમાં પીએમ મોદી (PM Modi)થી લઇને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓના આંટાફેરા પણ વધી ગયા છે. તેવામાં ગુજરાતમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ (Gujarat Congress)માં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ વખતે તેમનો ઉત્સાહ અને જુસ્સો વર્ષ 2017 કરતા ઓછો દેખાઈ રહ્યો છે. કારણ કે, આ વખતે ગત વખત કરતાં ઘણું બધું બદલાઈ ગયું છે. એટલું જ નહીં આ વખતે તેમના ભાષણો અંગે પૂર્વાનુમાન લગાવવું પણ સરળ લાગતું હતું. કોર્પોરેટ ગૃહો અને ભાજપના વિભાજનકારી રાજકારણ પર તેઓ બોલશે તે અગાઉથી જ ખ્યાલ હતો.

મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)ની શરૂઆત કરી હતી અને પોતાનો ઉદ્દેશ જણાવી ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કરવાનું ટાળ્યું હતું અને પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ, આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રવેશ કરતાંની સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો હતો.

આ પણ વાંચો: ભાજપે બળવાખોર 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

રાહુલના ‘ત્રિદેવ’એ છોડી દીધો સાથ

વર્ષ 2017ની સરખામણીમાં આ વખતે તેમના ઉત્સાહ અને જુસ્સામાં ઘટાડો થવાના ઘણા કારણો છે. આમાંથી એક કોંગ્રેસમાંથી ઘણા નેતાઓની વિદાય છે. તેમના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા અથવા તેઓ આપમાં જોડાયા છે. પાર્ટીના ઘણા નેતાઓ વિવિધ રીતે પ્રચાર કરી રહ્યા છે, જેના કારણે તેમની નીતિ અસ્પષ્ટ બની ગઈ હતી. 2017માં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટી રાહુલ ગાંધીની પડખે ઊભી હતી. રાહુલ ગાંધીએ ત્રણેયને ‘ત્રિદેવ’ કહ્યા હતા. આ ત્રિપુટી આ ચૂંટણીમાં ક્યાંય નથી. તેમણે 2017ની ચૂંટણીમાં જબરદસ્ત ઉત્સાહ આપ્યો હતો. આમાંથી બે નેતાઓએ હવે કોંગ્રેસ છોડી દીધી છે.

આ પણ વાંચો: સુરત: કારનું ચેકિંગ કરતાં ચોંકી ઉઠી પોલીસ

પીએમ મોદી પર ટાળ્યા નિવેદનો

ચૂંટણી પ્રચારની વચ્ચે એક નોંધવા જેવી બાબત એ પણ છે કે, આ વખતે રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટીપ્પણીઓ સાથે હુમલાઓ નથી કર્યો. તેણે તેનાથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી. રાહુલે ક્યાંય તેમનું નામ પણ લીધું ન હતું. તેમણે જે પણ શાબ્દિક પ્રહારો કર્યા, તે ભાજપ પર કર્યા હતા. તેમણે ભાજપ પર લોકોનું ધ્યાન ન રાખવાનો અને બેરોજગારી વધારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બિઝનેસ માટે પ્રખ્યાત સુરત જેવા શહેરોમાં જીએસટી અને નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસે ભણ્યા બોધપાઠ

વર્ષ 2007માં સોનિયા ગાંધીએ પીએમ મોદી માટે મૌત કા સોદાગર શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદથી જ કોંગ્રેસને અહેસાસ થયો કે આવા હુમલાઓથી પીએમ મોદીને મદદ મળે છે. તેમને નીચ કહેવા અથવા તેમને ઔકાત બતાવવા જેવા શબ્દો ભાજપને મદદ કરે છે.

આથી રાહુલ ગાંધીએ આ વખતની મુલાકાતમાં પીએમ મોદીનું નામ જ ન લીધું. આથી યાત્રા અને પીએમ વિશે બોલવાની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશને સોંપવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, રાહુલ ગાંધીSource link

Leave a Comment