આ પણ વાંચોઃ- KBC 14માં રૂ. 50 લાખ જીત્યો કાનપુરનો વેલ્ડિંગ કારીગર, જાણો શું હતા સવાલો
કેબીસીને મળી પહેલી કરોડપતિ
પ્રોમોમાં કવિતા ચાવલા બેઠેલી જોઈ શકાય છે. અમિતાભ બચ્ચન ઉસ્તાહથી બૂમો પાડે છે- એક કરોડ. તેની સાથે જ કવિતા પણ ખુશીથી બૂમો પાડવા લાગે છે અને ઓડિયન્સ ઊભી થઈ તાળીઓ પાડે છે. તેના પછી બિગ બી કવિતાની સામે 17 સવાલ રાખે છે, જેની ધનરાશિ 7.5 કરોડ રૂપિયા છે. હવે જોવાનું એ રહેશે કે શું કવિતા છેલ્લા સવાલનો સાચો જવાબ આપી શકશે કે નહીં. આવતા અઠવાડિયે દર્શકોને કવિતા ચાવલાનો શો જોવા મળશે.
પ્રોમોને શેર કરતા કેબીસી 14ની ટીમે કેપ્શનમાં લખ્યું, હાઉસવાઈફ કવિતા ચાવલાએ એક કરોડ રૂપિયા જીતીને કેબીસી સિઝન 14માં એક નવો ઈતિહાસ રચી દીધો છે. જુઓ કૌન બનેગા કરોડપતિ, આ સોમવારે અને મંગળવારે. #KBC2022
અમિતાભ બચ્ચનના ગેમ શો કૌન બનેગા કરોડપતિ 14મા સારા કન્ટેસ્ટેન્ટ્સે ભાગ લીધો છે. અત્યાર સુધી અમુક જ કન્ટેસ્ટન્ટ્સ 75 લાખ રૂપિયાનો સવાલ રમીને આગળ વધી શક્યા છે. આવી સ્થિતિમાં શોમાં પોતાની પહેલી કરોડપતિ મળવી મોટી વાત છે. કવિતા પહેલા કેરળની ડર્મોટોલોજીસ્ટ અનુ એના વર્ધેસે એક કરોડના સવાલ સુધી પહોંચી હતી, જો કે તે આ સવાલનો જવાબ નહોતી આપી શકી.
કેબીસી 14ની પ્રાઈઝ મની
અમિતાભ બચ્ચનના ક્વિઝ શોમાં આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર શોમાં પ્રાઈઝ મનીમાં થોડો ફેરફાર થયો છે, જ્યા સવાલમાં એક નંબર વધી ગયો છે અને હવે કન્ટેસ્ટન્ટ્સને કુલ 17 સવાલ કરવામાં આવશે. તેમજ સ્લોટમાં ધનરાશિ 75 લાખની પ્રાઈઝ મની ઉમેરવામાં આવી છે. સાથે જ 7 કરોડની પ્રાઈઝ મનીને 7.5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aamitabh Bachchan