વધુમાં ગોપી મંગલમ જૂથના ભાવનાબેન ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે સખી મંડળ દ્વારા પંચગવ્ય પ્રોડક્ટ બનાવીએ છીએ અને ગાયના ગોબરમાંથી અવનવી આઈટમો બનાવે છે. રક્ષાબંધનના જ્યારે હતી ત્યારે ગાયના ગોબરમાંથી અવનવી રાખડીઓ બનાવવામાં આવી હતી. ગણેશ ઉત્સવ સમયે અલગ અલગ ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. હાલના સમયમાં જ્યારે નોરતા અને દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હવન છાણા, દીવડાવો ,દિવાળી માટે લાભ ,શુભ ,કળશ,તોરણ ટોડલીયા વગેરે સુશોભન ની વસ્તુઓ ગોબર માંથી બનાવી છે.
હાલ માં જ અમેરિકા થી 5000 દિવડાઓનો ઓર્ડર આવ્યો
નોરતા પર બહારથી ઓર્ડર પણ અપાતા હોય છે ત્યારે નોરતા પર ગોબરમાંથી બનાવેલા દીવડાઓની માંગ ખૂબ જ હોય છે. જેમાં ભાવનાબેન ત્રાંબડીયા એ જણાવ્યું હતું કે અમેરિકાથી દીવડાઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. અગાઉ દેશ અને વિદેશમાં પણ ગોબરમાંથી બનાવેલી રાખડી મોકલવામાં આવી હતી. જેમાં અમેરિકા કેનેડા જેવા દેશમાં પણ મોકલવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં મંગલમ સખી મંડળે 7 થી 8 લાખ રૂપિયાનો નફો કરી આવક મેળવી છે .
આ પણ વાંચો: ગરવા ગઢ ગીરનાર પર સર્જાયા આહલાદક દ્રશ્યો, જુઓ Video
જૂનાગઢ જિલ્લા વિકાસ ગ્રામીણ એજન્સી દ્વારા પણ ગોપી મંગલમ માં જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવતી ગોબર આઈટમો ને એમેઝોન પર વહેંચવા માટે મૂકવામાં માટેની પણ મદદ કરવામાં આવે છે.આ કામ દ્વારા અન્ય મહિલાઓને પણ સારી રોજગારી મળે છે સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય છે. પશુપાલન તેમજ વિવિધ વિભાગો દ્વારા મંગલમ સખી મંડળને અનેક એવોર્ડ પણ મળેલા છે.પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક રોજગારી આ કામમાં જોડાયેલા મહિલાએ જણાવ્યું હતું કે અમે અમારા ઘરમાં પણ મદદરૂપ થઇ છીએ. અમને આત્મનિર્ભર બનવા માટે ભાવનાબહેનનો ખૂબ મોટો ફાળો છે અને અમે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપે છે કે આત્મનિર્ભર બનીને ઉત્તમ રીતે સ્વવિકાસ કરવો જરૂરી છે.
તમારા શહેરમાંથી (જુનાગઢ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cow dung, Export, Junagadh news, Women Empowerment, Women equality