આ પણ વાંચોઃ- Money laundering Case: જેકલિન ફર્નાન્ડિઝ EOW ઓફિસ પહોંચી, પોલીસે પૂછપરછ શરૂ કરી
200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આર્થિક ગુના શાખા (EOW)એ સોમવાર (19 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવી છે. EOWએ જેકલિનને સવારે 11 વાગે બોલાવી હતી.
14 સપ્ટેમ્બરના રોજ જેકલિનની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન 100 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. EOWના જોઈન્ટ કમિશનર છાયા શર્મા તથા સ્પેશિયલ કમિશનર રવીન્દ્ર યાદવની ટીમના છ અધિકારી સવાલ પૂછશે.
જેકલિનના આ ત્રણ મહત્ત્વના સવાલ પુછાશે
1. જેકલિનના સુકેશ સાથે શું સંબંધો છે?
2. જેકલિનને મોંઘી ગિફ્ટ્સ કેમ મળી?
3. સુકેશને કેટલી મળી હતી અને ક્યારથી ઓળખે છે?
Table of Contents
ગઈ વખતની પૂછપરછમાં જેકલિને શું કહ્યું?
જેકલિને અનેક સવાલોના જવાબ આપ્યા નહોતાઃ 14 સપ્ટેમ્બરે થયેલી પૂછપરછમાં ઠગ સુકેશની સાથીદાર પિંકી ઇરાનીને પણ બોલાવવામાં આવી હતી. અનેક સવાલોના બંનેમાંથી કોઈએ જવાબ આપ્યા નહોતાં.
સુકેશ સાથે રિલેશન હોવાની વાત સ્વીકારીઃ રિપોર્ટ્સ પ્રમાણે, જેકલિને સુકેશ સાથે સંબંધો હોવાની વાત સ્વીકારી હતી. તેને કરોડોની ગિફ્ટ્સ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગથી પ્રપોઝ કર્યું હતું.
EDનું સ્ટેન્ડઃ જેકલિન શરૂઆતથી જ બધું જાણતી હતી
જેકલિન તથા સુકેશની અનેક પ્રાઇવેટ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ત્યાર બાદ EDએ જેકલિનની પૂછપરછ કરી હતી. EDએ કહ્યું હતું કે જેકલિનને પહેલેથી જ ખબર હતી કે સુકેશ ઠગ છે અને ખંડણી વસૂલે છે.
નોરાની છ કલાક પૂછપરછ થઈ હતી
જેકલિન બાદ નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોરાની પૂછપરછ છ કલાક કરવામાં આવી હતી. નોરાએ BMW ગિફ્ટમાં મળી હોવાની વાત સ્વીકારી હતી.
200 કરોડ ખંડણીનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ કેદ સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની હેરફેર ચેન્નઈની એક કંપની દ્વારા કરાવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jacqueline Fernandez, Money Laundering Case, Nora fatehi