organization of Upleta will use the income of garba in cow stables rml dr – News18 Gujarati


Mustufa Lakdawala, Rajkot: કોરોનાના બે વર્ષ બાદ ગુજરાતના સૌથી મોટા તહેવાર નવરાત્રીમાં આ વર્ષે ખેલૈયાઓ ઝૂમવા થનગની રહ્યા છે. ત્યારે માની ભક્તિ સાથે સેવા કરવી એવુ સાંભળ્યું નહિ હોય. પણ રાજકોટના ઉપલેટામાં આ સાકાર થવા જઈ રહ્યું છે. ઉપલેટામાં અનોખો નવરાત્રી મહોત્સવ યોજાશે. જેમાં નવરાત્રીમાં એકત્ર થનારા રૂપિયા ગાયો પાછળ ખર્ચવામાં આવશે.

ક્રિષ્ના ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન

ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે નવરાત્રી મહોત્સવ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ આ ઉત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આવામાં આવી રહ્યો છે. આ માટે લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે જ્યાં ભક્તિ સાથે સેવા જોડાઈ ત્યાં લોકો વધુ રસ દાખવે છે.

એનિમલ હોસ્ટેલમાં હાલ 700 ગયોનો નિભાવ

ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઇ માકડીયાએ જણાવ્યું હતું કે, એનિમલ હોસ્ટેલમાં 700 જેટલી ગાયોના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી ઉત્સવ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયોના નિભાવ ખર્ચ અને ગાય માતાના લાભાર્થે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સાથે ખેલૈયાઓને ભવ્યતા ભવ્ય ઇનામ આપવામાં આવશે

ગરબાના આયોજક ભાવેશભાઈ સુવાએ જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરના વિવિધલક્ષી વિનય મંદિર શાળાના ગ્રાઉન્ડમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓને પણ ભવ્યતિભવ્ય ઇનામો પણ આપવામાં આવશે અને સાથે-સાથે ગાયોના લાભાર્થે અને તેમના નિભાવ માટે પણ આ આયોજનથી લાભ થાય તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

દાતાઓ પણ ઉદાર હાથે મદદ કરી રહ્યા છે

ભાવેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસનાં કપરા કાળ દરમિયાન તમામ ઉત્સવો, તહેવારો અને ઉજવણીઓ સાદાઈથી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષ પરિસ્થિતિ સારી અને કાબુમાં જાણતા ઉપલેટામાં ગાયોના લાભાર્થે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવમાં ગાય માટેના લાભાર્થે દાતાઓ પણ ઉદાર હાથે સાથ અને સહકાર આપી અને ઉત્સવની ઉજવણીઓ માટે સામીલ થઈ રહ્યા છે.

ખેલૈયાનો ઉત્સાહ બમણો

ખેલૈયા કુલદીપ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રહેલી ગાયો લાભ માટેનું ખાસ અને વિશેષ આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ, પ્રેક્ષકો તેમજ સહયોગીઓ મન મુકીને આ ઉત્સવમાં સામીલ થઈ રહ્યા છે. કારણ કે ખેલૈયાઓ છેલ્લા બે વર્ષથી ઝૂમ્યા નથી અને આ વર્ષ ઝૂમવાનો મોકો મળ્યો એ પણ ગાય માતા માટે છે તેને લઈને તેમનો ઉત્સાહ પણ બમણો થયો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Navratri 2022, Navratri Culture, Rajkot News, Upleta



Source link

Leave a Comment