જાણો ગરબામાં ત્રિરંગો દોરવાનો કેવી રીતે વિચાર આવ્યો
ગરબા બનાવતા મુકેશભાઈ વડોલીયાએ જણાવ્યું હતું કે, હું 20-30 વર્ષથી ધંધો કરું છું. આ વર્ષે બે વર્ષ પછી નવરાત્રીનો તહેવાર આવે છે. હાલમાં જ 15મી ઓગસ્ટ ગઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું હતું તો અમે પણ વિચાર્યું કે દેશ ભક્તિની સાથે આધ્યાત્મિકતાને જોડી દઈએ તો કેમ રહે. આથી નવરાત્રીના માતાજીના ગરબામાં અમે ત્રિરંગો કલર કરી લોકોને અપીલ કરીએ છીએ કે દેશ ભક્તિ સાથે આધ્યાત્મિકતા સાથે તહેવાર ઉજવો. રાષ્ટ્રભક્તિનું ચિત્ર ઉપસે એ માટે અમે ગરબામાં ત્રિરંગો દોર્યો છે. આથી દેશ ભક્તિ સાથે અમે ધર્મ ભક્તિ જોડવાનો પ્રયાસ કર્યો છે.
આવર્ષે ગરબે 4થી 5 રૂપિયાનો ભાવ વધારો
ગરબા બનાવતા કરશનભાઇ વડોલીયાએ જણાવ્યું હતું કે, હું ગરબા 30થી 35 વર્ષથી બનાવું છું. આ વર્ષે ચાર મહિનાથી અગાઉ ગરબા બનાવીએ છીએ. દર વર્ષે 7થી 8 હજાર ગરબા બનાવીએ છીએ. ગરબાનો આ વર્ષે વધારો થાય એમ છે. આ વર્ષે 8થી 9 હજાર ગરબા વેચાઈ તેવો અંદાજ છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષ કરતા આ વર્ષે એક ગરબામાં 4થી 5 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. આ વર્ષે લોકો કોઈ ચિંતા કર્યા વગર નવરાત્રીને ઉજવશે. આથી અમારા ઉદ્યોગને પણ આ વર્ષે વેગ મળશે. આથી અમે પણ ખુશ છીએ કે આ વર્ષ અમારા મારે સુખદાયી નીવડશે.
ખેલૈયાઓ બે મહિનાથી તૈયારી કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી પ્રાચીન ગરબીને જ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી. જયારે કે આ વર્ષે અર્વાચીન ગરબાને પણ સરકારે છૂટ આપી છે. આથી બે વર્ષથી ગરબા રમનાર ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 2 મહિનાથી ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ શીખી રહ્યા છે અને નવરાત્રીમાં ગરબે ઘુમવા તૈયારી કરી રહ્યા છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર