PM Modi with little girl BJP campaign Surendranagar


સુરેન્દ્રનગર: ગુજરાતનાં રાજકારણમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો હતો. તેની બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કર્યો હતો. ત્યારે આ બાળકીને મળીને સુરેન્દ્રનગરમાં પીએમ મોદીનો બાળક પ્રેમ ફરીથી દેખાયો છે.

એકદમ નેતાના અંદાજમાં ભાષણ આપી રહેલી આ બાળકી પીએમ મોદીની સૌથી નાની ફેન છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની મુલાકાત થઈ હતી. આ બાળકી કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે, લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબાએ સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: નળિયાવાળા મકાનમાં રહેતા આ ધારાસભ્ય અંગે જાણો

આધ્યાએ ભાજપ માટે લખેલી એક કવિતા પીએમ મોદીને સંભળાવી હતી. જેમાં ભાજપે 8 વર્ષમાં કરેલા કામોની વિકાસગાથાને વણી લેવામાં આવી છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, વડાપ્રધાન મોદી, સુરેન્દ્રનગર

Source link

Leave a Comment