PNB Recruitment total of 103 posts


નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે PNB એ ઓફિસર અને મેનેજરના હોદ્દાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય, તે PNB ની સત્તાવાર વેબસાઈટ pnbindia.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી ઓગસ્ટ છે.

કુલ 103 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.pnbindia.in/ દ્વારા પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક PNB Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર સૂચનાઓ પણ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 103 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં 8 પાસ માટે ભરતી, 63,000 સુધી મળશે પગાર

PNB Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવા માટે અંતિમ તારીખ- 30 ઓગસ્ટ

PNB Recruitment 2022 માટે ખાલી જગ્યાઓની વિગત

કુલ પોસ્ટની સંખ્યા- 103

ઓફિસર (અગ્નિ સુરક્ષ): 23 પોસ્ટ

મેનેજર (સુરક્ષા): 80 પોસ્ટ

PNB Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

ઉમેદવારો પાસે સત્તાવાર સૂચના અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

PNB Recruitment 2022 માટે વય મર્યાદા

ઉમેદવારો ની વય મર્યાદા 21 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ

આ પણ વાંચોઃ મુંબઇ યુનિવર્સિટીમાં IDOLના 23 કોર્સને અપાઇ મંજૂરી

PNB Recruitment 2022 માટે અરજી ફી

બધા જ ઉમેદવારો માટે અરજી ફી- 1003 રૂપિયા

SC\ST\PWBD વર્ગના ઉમેદવારો માટે અરજી ફી- 59 રૂપિયા

PNB Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રેક્ટિકલ કે લેખિત\ ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં બે-બે ગુણના 50 પ્રશ્નો હશે. પરીક્ષાનો સમય 60 મિનિટ છે અને મહત્તમ ગુણ 100 છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: PNB, Recruitment 2022, Sarkari Naukari



Source link

Leave a Comment