બ્રિટનની ઘરેલુ ગુપ્તચર સેવા એમઆઈ 5ના પૂર્વ પ્રમુખ એન્ડ્ર્યૂ પાર્કરે સફેદ રાજદંડને તોડવાની વિધિ પૂરી કરી છે અને તેને મહારાણીના તાબૂત પર મૂકવામાં આવ્યો છે. આ વિધિ રાજાશાહી પ્રત્યે તેમની સેવાઓની સમાપ્તિનું પ્રતિક છે.
Table of Contents
ક્વિન એલિઝાબેથ દ્વિતીયને તેમના પતિ પ્રિન્સ ફિલિપ નજીક જ દફનાવવામાં આવ્યાં.
વિન્ડસરના ડીને શ્રદ્ધાંજલિ આપી
આ પહેલાં વિન્ડસરના ડીન ડેવિડ કોન્નરે મહારાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે મહારાણીને અંતિમ વિદાય આપવા માટે આવેલા 800 જેટલા લોકોને મહારાણીની ઇસાઇ ધર્મ પ્રત્યેની આસ્થા વિશે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ‘આપણી ઝડપથી અને ઘણીવાર સંકટથી ઘેરાયેલી દુનિયામાં તેમની શાંત તથા ગરિમાપૂર્ણ હાજરીથી આપણને તેમની જેમ સાહસ અને આશા સાથે ભવિષ્યનો સામનો કરવાની તાકાત મળશે…’
70 વર્ષ સુધી રાજગાદી સંભાળી
70 વર્ષ સુધી રાજગાદી સંભાળનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું આઠ સપ્ટેમ્બરે બાલ્મોરલ કેસલ સ્થિત તેમના ઘરે અંતિમશ્વાસ લીધા હતા. તેમની ઉંમર 96 વર્ષ હતી. મહારાણીના તાબૂતની અંતિમસંસ્કાર માટે જૂલુસને ધીમે ધીમે વિન્ડસર કેસલ તરફ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રાજકીય સન્માન સાથે તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત દુનિયાભરના અંદાજે 500 નેતાઓ તેમજ શાહી પરિવારો સામેલ થયા છે.
Live Updates:
- કિંગ ચાર્લ્સ અને કેમિલા, ક્વિન કન્સોર્ટ કમિટલ સર્વિસ પછી ચેપલની બહાર આવ્યાં.
- મહારાણી એલિઝાબેથનું તાબૂત વિન્ડસર કેસલમાં રોયલ વોલ્ટમાં ઉતારવામાં આવ્યું.
#WATCH | London, The UK: The Committal Service for Queen Elizabeth II begins at St George’s Chapel in Windsor Castle. It will end with the coffin being lowered into the Royal Vault.
(Source: Reuters) pic.twitter.com/O4G32d9pPC— ANI (@ANI) September 19, 2022
- ક્વિન એલિઝાબેથ-IIનું તાબૂત કારની મારફતે અંદાજે 32 કિલોમીટરની સફર કરીને વિન્ડસર કેસલ લઈ જવામાં આવી રહ્યુ છે. ત્યાં તેમને પતિ પ્રિન્સ ફિલિપના બાજુમાં જ દફનાવવામાં આવશે. મહારાણીના તાબૂતની અંતિમયાત્રા દરમિયાન રસ્તામાં હજારો લોકોની ભીડ તેમને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડી છે.
- રાજકીય બગીમાં મહારાણી એલિઝાબેથના તાબૂત સાથે અંતિમ યાત્રા શરૂ થઈ. સંપૂર્ણ રાજકીય સન્માન તથા વૈભવ સાથે અંતિમસંસ્કાર થશે.
- મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબેના ગ્રેટ વેસ્ટ દરવાજેથી બહાર લાવવામાં આવ્યું. હવે રાજકીય બગીમાં તેને વેલિંગટન આર્ક સુધી લઈ જવામાં આવશે.
#WATCH | London: Queen Elizabeth II’s coffin carried out of the Great West Door through Westminster Abbey; to be now placed back on to the State Gun Carriage ready for the procession from the abbey to Wellington Arch.
(Source: Reuters) pic.twitter.com/N900j7DRIk— ANI (@ANI) September 19, 2022
- દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સન્માનમાં સમગ્ર બ્રિટનમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું
- મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં કૈટરબરીના આર્ચબિશપે કહ્યુ કે, દિવંગત મહારાણીના માટે અમે જે પ્રેમ જોયો છે, તે કેટલાંક નેતાઓને જ મળે છે.
આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથની કુંડળીમાં ‘રાશિ પરિવર્તન રાજયોગ’
- આ પહેલાં મોટી સંખ્યામાં લોકો લંડનમાં ઠંડીની પરવા કર્યા વગર સાંસદના વેસ્ટમિંસ્ટર હોલમાં ‘લાઇંગ ઇન સ્ટેટ’માં રાખેલા મહારાણીના તાબૂતના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હવે મહારાણીના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબે લઈ જવામાં આવી રહ્યું છે. ત્યાં સ્થાનિક સમય અનુસાર બપોરના અગિયાર વાગ્યે તો ભારતીય સમય અનુસાર સાંજના સાંજના સાડા ચાર વાગતા તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવશે.
- ‘લાઇંગ ઇન સ્ટેટ’ રાખેલી મહારાણીના તાબૂતના દર્શન કરનારી છેલ્લી વ્યક્તિએ કહ્યુ કે, ‘આ મારા જીવનની ખૂબ જ કિંમત ક્ષણ રહેશે.’
- ‘રોયલ એર ફોર્સ’ની અસૈન્ય સભ્ય ક્રિસ્ટીના હીરે ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’ સમાચાર પત્રને કહ્યુ હતુ કે, તેમણે તાબૂતને બે વાર જોવાનો નિર્ણય કર્યો, કારણ કે તેની માટે તેમને ખૂબ ઓછો સમય મળ્યો અને આ બહુ મહત્ત્વપૂર્મ છે.
- દિવંગત બ્રિટિશ મહારાણીના તાબૂતને વેસ્ટમિંસ્ટર હોલથી સોમવારે વેસ્ટમિંસ્ટર એબે અને અંતે વિન્ડસર કેસલ લઈ જવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BRITAIN, Funeral, Queen Elizabeth II