raju srivastava heart attack before workout precaution


મુંબઇ: ફેમસ કોમેડિયન એક્ટર રાજુ શ્રીવાસ્તવનું આજ રોજ નિધન થયુ છે. જીમમાં કસરત દરમિયાન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા 40 કરતા પણ વધુ દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 10 ઓગસ્ટના રોજ દિલ્હીની AIIMSમાં રાજુ શ્રીવાસ્તવને દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયથી જ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે કોમેડિયન કિંગને ડોક્ટરે બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જો કે આ બધી વાત વચ્ચે પ્રશ્ન એ થાય કે જીમ કરતી વખતે કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ જેના કારણે રાજુ શ્રીવાસ્તવને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રેડમિલ પર શ્વાસને રોકશો નહીં

ક્યોર ડોટ ફિટના ફિટનેસ એક્સપર્ટ દીપક રાવત આ વિશે જણાવે છે કે, જ્યારે તમે જીમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા છો ત્યારે ક્યારે પણ તમારે તમારો શ્વાસ રોકવો જોઇએ નહીં. ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતા સમયે હાર્ટ બીટ ચેક કરતા રહેવું જોઇએ જેથી કરીને તમને અનેક વસ્તુઓમાં મદદ મળી શકે છે.

દરેક ટ્રેડમિલમાં આ પ્રકારની સુવિધાઓ હોય છે. જો આ પ્રકારની સુવિધા ના હોય તો છાતીમાં બાંધવાની પટ્ટીથી પણ તમે હાર્ટ બીટ માપી શકો છો. આ સાથે અમે તમને જણાવી દઇએ કે ક્યારે પણ ટ્રેડમીલ પર એકદમ ફાસ્ટ દોડવાનું શરૂ કરશો નહીં. હંમેશા પહેલા ધીરે-ધીરે કરો અને પછી આગળ વધો જેથી કરીને હાર્ટ બીટ ઝડપથી વધે નહીં.

આ પણ વાંચો: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન

ટ્રેડમીલ પર દોડતા પહેલા ડોક્ટરની સલાહ લો

નારાયણા હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. વિવેક ચતુર્વેદી પણ આ વાતનો સ્વીકાર કરે છે. ડો.ચતુર્વેદી આ વિશે જણાવે છે કે જે વ્યક્તિને હાર્ટ સંબંધીત બીમારીઓ છે, આ સાથે જ જે લોકોને ડાયાબિટી, બ્લડ પ્રેશર તેમજ સ્મોકિંગ કરતા લોકો જ્યારે પણ ટ્રેડમિલ પર દોડવાનું વિચારી રહ્યા છે તો એ પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોક્ટરની સલાહ પ્રમાણે જ આ લોકોએ ટ્રેડમિલ પર દોડવું જોઇએ. 30 વર્ષની ઉંમર પછી જે લોકોની લાઇફ સ્ટાઇલ સ્થિર અને તેઓ વર્કઆઉટ કરવા ઇચ્છે છે તો એમને પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો: લક્ઝરી કારના શોખીન રાજુ શ્રીવાસ્તવ હતા

ઉલ્લેખનીય છે કે, જો તમે પણ જીમમાં જાવો છો તો તમારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આ માટે તમે જ્યારે પણ કોઇ કસરત કરો એ પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

Published by:Niyati Modi

First published:

Tags: Bollywod, Lifestyle, Raju srivastav



Source link

Leave a Comment