આ પણ વાંચોઃ-સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?
Table of Contents
શૈલેષ લોઢાએ કોના પર ગુસ્સો ઉતાર્યો?
શૈલેષ લોઢા સારા એક્ટર હોવાની સાથે સારા કવિ પણ છે. તેઓ અવાર-નવાર શાયરી ને કવિતા સો.મીડિયામાં શૅર કરે છે. લેટેસ્ટ પોસ્ટમાં શૈલેષ લોઢાએ કોઈ વ્યક્તિ પર ગુસ્સો વ્યક્ત કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે તેમણે અસિત મોદી પર બળાપો વ્યક્ત કર્યો છે. શૈલેષ લોઢાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘આજે નહીં તો કાલે, ઈશ્વર બધું જ જુએ છે.’
પોસ્ટમાં શું છે?
શૈલેષ લોઢાએ પોસ્ટ શૅર કરી છે, જેમાં 2013માં આવેલા ‘મહાભારત’ના શકુનીની તસવીર છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે, ‘સરળ વ્યક્તિ સાથે કરવામાં આવેલું કપટ તમારી બરબાદીના દરવાજા ખોલી નાખે છે. ભલે તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી જ કેમ ના હો…’
ફેન્સ શૈલેષ લોઢાને મિસ કરી રહ્યા છે
શૈલેષ લોઢાએ આ પોસ્ટમાં કોઈનું નામ તો લીધું નથી, પરંતુ સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે અસિત મોદીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સે શૈલેષ લોઢાને શોમાં પરત આવવાનું કહ્યું છે. જો કે શૈલેષ લોઢાનું શોમાં કમબેક હવે મુશ્કેલ છે. કેમ કે નવા તારક મહેતાની એન્ટ્રી થઈ ગઈ છે. સચિન શ્રોફે શૈલેષ લોઢાનું રિપ્લેસ કર્યું છે.
આ પહેલાં પણ એક પોસ્ટ શૅર કરી હતી
થોડાં દિવસ પહેલાં પણ શૈલેષ લોઢાએ એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધું નહોતું, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા યુઝર્સે એમ જ માન્યું હતું કે આ કટાક્ષ ‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેષે પોતાની હસતી તસવીર શૅર કરી હતી અને કેપ્શનમાં કહ્યું હતું, ‘આજની વ્યક્તિ પર એક લેટેસ્ટ વ્યંગ્ય કવિતા.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Asit modi, Shailesh Lodha, Taarak Mehta Ka Ooltah Chashmah