Table of Contents
મેષ: 21 માર્ચથી 19 એપ્રિલ
તમારા દ્વેષભાવના નિરાકરણ માટે આજે સારો દિવસ છે. તમે દિનચર્યાને સુધારવા સારી શરૂઆત કરી છે. કોઈ નજીકના મિત્રના સમાચાર તમને ઉત્સાહિત કરી શકે છે. તમારી જાત સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો.
લકી સાઈન - પોપટ
વૃષભ: 20 એપ્રિલથી 20 મે
દબાયેલી લાગણીઓને સંપૂર્ણપણે સ્થિર થવામાં સમય લાગી શકે છે. તમે કોઈને આપેલું કમિટમેન્ટ મુલતવી રાખવામાં આવી શકે છે. તમે ચીડ અનુભવી શકો છો, પરંતુ તે અસ્થાયી હોઈ શકે છે.
લકી સાઈન - પીંછું
મિથુન: 21 મેથી 21 જૂન
પેન્ડિંગ રહેલા નિર્ણયમાં થોડી હલચલ જોવા મળી શકે છે. તમે મહત્વની બાબતોમાં વિલંબ અનુભવી શકો. કામમાંથી થોડો બ્રેક તમને રાહત આપી શકે છે. કામકાજમાં સતર્ક રહો.
લકી સાઈન - પેચવર્ક
કર્ક: 22 જૂનથી 22 જુલાઈ
તમારા પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં કેટલીક અડચણો આવી શકે છે. અપેક્ષા ન હોય તેવા સોર્સ તરફથી ટેકો મળી શકે છે. તમે તમારી ચિંતામાં થોડી રાહત અનુભવી શકો છો. થોડો બ્રેક લો.
લકી સાઈન - ઈલાયચી
સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ
કોઈનું નુકસાન આજે તમારો લાભ બની શકે છે. તમને તમારા જૂના ચાર્મને ફરીથી ઊભો કરવાનું મન થઈ શકે છે. કોઈ સારા સૂચનો તમારો દિવસ બચાવી શકે છે. તમારી જરૂરિયાતોની યાદીને સરળ બનાવો.
લકી સાઈન – સૂર્યાસ્ત
કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
તમને તમારી તરફેણમાં નાણાકીય ગતિવિધિની ધારણા હોય શકે છે. દૂર રહેનાર મિત્ર તમારી સાથે જોડાઈ શકે છે. પડકારજનક પરિસ્થિતિઓમાં શાંત રહેવું સારું રહેશે.
લકી સાઈન - વ્હાઈટ બોર્ડ
તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
નવી તકો તમારા સુધી પહોંચી શકે છે પરંતુ તેની અસર થાય તે માટે થોડો વધુ સમય લાગી શકે છે. કોઈ વાતને મનમાં ન લો. શાંતિ જાળવવા સરળ પગલાં મદદરૂપ થઈ શકે છે.
લકી સાઈન - કોબાલ્ટ બ્લૂ
વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
નિષ્કર્ષ પર જવાનું ટાળવું એ આ તબક્કે સાચું સાબિત થઈ શકશે નહીં. તમે સહેજ વ્યાકુળતા અનુભવી શકો છો કારણ કે તમારા મનમાં ઘણું બધું છે. થોડા સમય સુધી કેટલીક બાબતોને અવગણવી હિતાવહ છે.
લકી સાઇન - ટ્રે
ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
નવી નવી બાબતો સામે આવી શકે તેમ હોવાથી આજે રૂટીન કામમાં માર પડી શકે છે. જૂના અને નવા વચ્ચે જોડાણ તૂટી શકે છે. સારવાર અથવા ભેટ મળી શકે છે. તમે કોઈ પરિણામ અંગે ચિંતિત હશો તો તે તમારા પક્ષમાં હોઈ શકે છે.
લકી સાઈન - પક્ષીઓનું એક જૂથ
મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
કેટલાક દિવસો દરેક બાબતમાં ખૂબ જ અનુકૂળ હોય છે અને આજનો દિવસ તેમાંથી એક છે. તમે જ્યાં પહોંચ્યા છો તે બાબતે ધન્યતા અનુભવો. તમારું ચપળતા મુશ્કેલી ટાળી શકે છે.
લકી સાઈન- ઇન્ડોર પ્લાન્ટ
કુંભ: 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
કેટલાક મુદ્દાઓના કારણે દલીલો થઈ શકે છે. તમે અગાઉ અટકી પડ્યા હતા તે પ્લાનમાં આગળ વધી શકો છો. પૂર્વ પ્રેમિકા કે પ્રેમી તમારી સાથે ફરીથી કનેક્ટ થઈ શકે છે. વધુ પડતી કમિટમેન્ટ ન કરવાનો પ્રયાસ કરો.
લકી સાઈન - તમારા માટે કેઝ્યુઅલ નોટ
મીન: 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
અત્યારે જે બાબતનો કોઈ અર્થ નથી, તો ભવિષ્યમાં પણ અર્થ ન હોય તેવી શક્યતાઓ છે. તમે બ્રહ્માંડના સંકેતોને સાંભળવા અને સ્વીકારવાનો પ્રયાસ કરી શકો છો. ચિંતાનો તબક્કો આવી શકે છે, પણ તે વધુ સમય નહીં રહે. તમે મુસાફરી કરી શકો છો.
લકી સાઇન - જૂનો ફોટોગ્રાફ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aaj nu rashifal, Gujarati Rashifal