આવતીકાલે જ્યારે ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે એ પૂર્વે જ ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે 31 માર્ચ 2022ના રોજ ગુજરાત રખડતા ઢોર નિયંત્રણ એક્ટને ગુજરાત સરકારને પરત મોકલ્યું છે. રાજ્યપાલે વિધેયક પરત કરવાના કારણો હજી સુધી બહાર આવ્યા નથી. પરંતુ, દંડ- સજાના આકારા પ્રાવધાન અંગે રજૂઆતો મળતા વિધેયકને ફગાવાયુ છે તેમ મનાઇ રહ્યું છે.
આ પણ વાંચો: બુધવારે વિધાનસભાને ઘેરવા કર્મચારી મહામંડળ તૈયાર
ઉલ્લેખનીય છે કે, ૧૪મી વિધાનસભાની મુદ્દત પૂર્ણતાને આરે છે. પરત આવેલા વિધેયક સંદર્ભે સરકાર કોઈ નિર્ણય નહી લે તો પણ જાન્યુઆરી- ૨૦૨૩માં આપોઆપ રદ થઈ જશે. ૧૪મી વિધાનસભાનું અંતિમ સત્ર બુધવારથી મળી રહ્યુ છે. બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન ગુજરાત સરકાર રાજ્યપાલે ના- મંજૂર કરેલુ વિવાદાસ્પદ વિધેયક રદ્દ કરાશે. રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં રખડતા ઢોર નિયંત્રણ અને નિયમન માટે પહેલાથી જ કાયદો અમલી છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી એક્ટમાં જોગવાઈ છે. તેના કડક અમલને બદલે આખો કાયદો નવો ઘડતા તેની સામે ચોમેરથી વિરોધ થયો હતો.
આ પણ વાંચો: આ ગ્રૂપ વૃદ્ધ-અશક્તોને ઘરે જઇને પૂરી પાડે છે મફતમાં ટિફિન સેવા
ગત રવિવારે શેરથા મળેલી માલધારી મહાપંચાયતમાં આ કાયદો રદ્દ કરવા ઉપરાંત પંચાયત અને સહકારી ક્ષેત્રે સંસ્થાઓમાં ઓબીસી સમુહને ૨૭ ટકા અનામત આપવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા, માલધારીઓને ખેડૂતની વ્યાખ્યામાં સમાવવા, વાડાના ભોગવટા કાયદેસર કરવા, ફડચામાં ગયેલી માલધારી મંડળીઓની જમીન પરત આપવા, પ્રત્યેક ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવા, ગીર બરડા,આલેચના ૧૭,૫૫૧ કુટુંબોને આદિવાસી- એસટીનો દરજ્જો પુનઃસ્થાપીત કરવા જેવી ૧૫ શરૂ માંગણીઓનું ભૂત ધુણ્યુ હતુ. જેના બીજા જ દિવસે રાજ્યપાલે મૂળ માંગણીવાળુ વિવાદાસ્પદ વિધેયક ના-મંજૂર કરીને સરકારને પરત મોકલ્યુ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Stray Cattle, ગાંધીનગર, ગુજરાત