stray cattle bill Gujarat Government


ગાંધીનગર : ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે પ્રજામાં રીતસરના બે ભાગ પડયા છે. એક જૂથ માને છે કે, રખડતા ઢોરને કારણે થતા અકસ્માત નિવારવા આવા કાયદા જરુરી છે. જ્યારે બીજી તરફ માલધારીઓને એમની રોજી રોટી જે પશુધન પર નિર્ભર છે તે આ કાયદાને કારણે છીનવાઇ જવાનો ડર લાગેછે. આ બિલને લઈને રાજ્યવ્યાપી માલધારીઓને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. આ બિલની વિવિધ જોગવાઈઓમાં લાખો રૂપિયાના દંડ અને જેલની સજાની જોગવાઈઓ સુચવતા આ કાયદાનો ૧લી એપ્રિલથી જ માલધારીઓ, પશુપાલકો અને દુધ ઉત્પાદકો વિરોધ કરી રહ્યા હતા. હમણાં રવિવારે જ શેરથા ખાતે માલધારીઓનું વેદના સંમેલન પણ યોજાયુ.

આવતીકાલે જ્યારે ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે એ પૂર્વે જ ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે 31 માર્ચ 2022ના રોજ ગુજરાત રખડતા ઢોર નિયંત્રણ એક્ટને ગુજરાત સરકારને પરત મોકલ્યું છે. રાજ્યપાલે વિધેયક પરત કરવાના કારણો હજી સુધી બહાર આવ્યા નથી. પરંતુ, દંડ- સજાના આકારા પ્રાવધાન અંગે રજૂઆતો મળતા વિધેયકને ફગાવાયુ છે તેમ મનાઇ રહ્યું છે.

આ પણ વાંચો: બુધવારે વિધાનસભાને ઘેરવા કર્મચારી મહામંડળ તૈયાર

ઉલ્લેખનીય છે કે, ૧૪મી વિધાનસભાની મુદ્દત પૂર્ણતાને આરે છે. પરત આવેલા વિધેયક સંદર્ભે સરકાર કોઈ નિર્ણય નહી લે તો પણ જાન્યુઆરી- ૨૦૨૩માં આપોઆપ રદ થઈ જશે. ૧૪મી વિધાનસભાનું અંતિમ સત્ર બુધવારથી મળી રહ્યુ છે. બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન ગુજરાત સરકાર રાજ્યપાલે ના- મંજૂર કરેલુ વિવાદાસ્પદ વિધેયક રદ્દ કરાશે. રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં રખડતા ઢોર નિયંત્રણ અને નિયમન માટે પહેલાથી જ કાયદો અમલી છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી એક્ટમાં જોગવાઈ છે. તેના કડક અમલને બદલે આખો કાયદો નવો ઘડતા તેની સામે ચોમેરથી વિરોધ થયો હતો.

આ પણ વાંચો:  આ ગ્રૂપ વૃદ્ધ-અશક્તોને ઘરે જઇને પૂરી પાડે છે મફતમાં ટિફિન સેવા

ગત રવિવારે શેરથા મળેલી માલધારી મહાપંચાયતમાં આ કાયદો રદ્દ કરવા ઉપરાંત પંચાયત અને સહકારી ક્ષેત્રે સંસ્થાઓમાં ઓબીસી સમુહને ૨૭ ટકા અનામત આપવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા, માલધારીઓને ખેડૂતની વ્યાખ્યામાં સમાવવા, વાડાના ભોગવટા કાયદેસર કરવા, ફડચામાં ગયેલી માલધારી મંડળીઓની જમીન પરત આપવા, પ્રત્યેક ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવા, ગીર બરડા,આલેચના ૧૭,૫૫૧ કુટુંબોને આદિવાસી- એસટીનો દરજ્જો પુનઃસ્થાપીત કરવા જેવી ૧૫ શરૂ માંગણીઓનું ભૂત ધુણ્યુ હતુ.  જેના બીજા જ દિવસે રાજ્યપાલે મૂળ માંગણીવાળુ વિવાદાસ્પદ વિધેયક ના-મંજૂર કરીને સરકારને પરત મોકલ્યુ છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Stray Cattle, ગાંધીનગર, ગુજરાત



Source link

Leave a Comment