Sukesh Chandrasekhar Case: જેકલિને કો-એક્ટર્સની વાતો પર ધ્યાન ન આપ્યું; તે સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી!


ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલિન ફર્નાન્ડિઝ સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલિનની પૂછપરછ કરવામાં આવી હતી. મામલાની તપાસ કરી રહેલી ટીમના અધિકારીઓએ જણાવ્યું કે અક્ષય કુમાર અને સલમાન ખાને જેકલિનને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ એક્ટ્રેસે આ બંનેની વાતને નજર અંદાજ કરી હતી. તો બીજી તરફ માહિતી તો એવી પણ મળી રહી છે કે, જેકલિને અક્ષય અને સલમાનને જણાવ્યું હતું કે, સુકેશ એક બિઝનેસમેન અને રાજકારણી છે અને તે તેની સાથે લગ્ન કરવા માગે છે.

આ પણ વાંચોઃ- નોરા ફતેહી અને પિંકી ઈરાની EOWની ઓફિસ પહોંચ્યા, વધુ 4 એક્ટ્રેસિસની પૂછપરછ થઈ શકે છે

સુકેશે જેકલિનના મેનેજરને આપી હતી સુપરબાઈક

સુકેશે જેકલિનના મેનેજરને પણ બાઈક ગિફ્ટ કરી હતી ફ્રી પ્રેસ જર્નલના એક રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસની ઇકોનૉમિક અફેન્સિસ વિંગના વડા રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, જેકલિનને તેના સહ કલાકારોએ પણ સુકેશની ઝાળમાં ન ફસાવવાની સલાહ આપી હતી, તેમ છતાં જેકલિને કોઈની વાત માની ન હતી અને તેની સાથેનો સંપર્ક પણ યથાવત રાખ્યો હતો. જેકલિન ઠગ સુકેશને મળવાનું ચાલુ રાખ્યું અને તેની પાસેથી મોંઘી ભેટ પણ લેતી રહી હતી. જેકલિનને પ્રભાવિત કરવા માટે સુકેશે તેના મેનેજર પ્રશાંતને ડુકાટી બાઇક પણ ગિફ્ટ કરી હતી જે હવે જપ્ત કરવામાં આવી છે. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયા છે.

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ બુધવારે જેકલિનની 8 કલાક પૂછપરછ કરી હતી. આ મામલામાં ગુરુવારે એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. EDએ મામલામાં પોતાની ચાર્જશીટમાં જેકલિનને આરોપી તરીકે રજૂ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે સુકેશે મોંઘી ગિફ્ટ આપી હતી.

જેકલિન સુકેશની બધી વાતથી વાકેફ હતી

એક રિપોર્ટ અનુસાર, જેકલિને EOWને પણ કહ્યું હતું કે, સુકેશ તેનો સપનાનો રાજકુમાર હતો અને તેની સાથે લગ્ન કરવા પણ માગતી હતી. EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. આ રિંગમાં J અને S બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જેકલિને એ પણ સ્વીકાર્યું હતું કે, તેણે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લીધી હતી. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું.

Published by:Priyanka Panchal

First published:

Tags: Jacqueline Fernandez, Money Laundering Case, Sukesh Chandrashekhar Case



Source link

Leave a Comment