સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી વૃદ્ધો લોકોને પોતાની વાતોમાં ભોળવી ઠગો દ્વારા તેમની પાસે રહેલા દાગીના અથવા તો રોકડ રકમ નજર ચૂકવીને લઈ જવાની ઘટનાઓ સતત બની રહી છે. હવે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં બનવા પામી હતી. લિંબાયતના નવા ગામનગર ખાતે રહેતા માજી કોર્પોરેટર સુમન પાટીલ ગતરોજ બપોરે પોતાની ઓફિસમાં બેઠા હતા. તેમની માતા કંકુબેન ઘરના ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન બાઈક ઉપર આવેલા ઈસમો દ્વારા કંકુબેનને ‘માસી મેરે સાથ મંદિર ચલો, મંદિર મેં બાધા ઉતારની હૈ.’
આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓને ગંદા મેસેજ મોકલનાર સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો શિક્ષક કસૂરવાર
ગઠિયા કંકુબેનને પોતાની વાતમાં ભોળવીને નજીકના મંદિર ખાતે લઈ ગયા હતા. ત્યાં 2,000નું બંડલ કાઢી વિધિ કરવાના બહાને થાળીમાં બંડલ મૂકી કંકુબેનને પોતાના ગળાની માળા મૂકવાનું કહ્યું હતું. આ દરમિયાન વૃદ્ધ મહિલા ઠગોની વાતમાં આવી ગયા હતા અને પોતાના ગળાની બે લાખ રૂપિયાની માળા મંદિરમાં પૂજા માટે મૂકી હતી. બીજી તરફ ગઠિયા મહિલાની બે લાખની માળા નજર ચૂકવીને લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: પત્નીએ ગળેફાંસે ખાઈને આપઘાત કર્યાંનું રટણ કરનાર પતિનો ભાંડો ફોડતી પોલીસ
ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને આંખો બંધ કરી ભગવાનની પ્રાર્થના કરવાનું કહ્યું હતું. જોકે, બાદમાં મહિલાને છેતરપિંડીની જાણ થતા તેમણે પોતાની પુત્રીને જાણ કરી હતી. શંકુબેનની વાત સાંભળીને તેમના પુત્રી સુમનબેન તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ઠગો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર